Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હવે ઘર તરફ જવાનો માર્ગ મોકળો બની ગયો ગયો છેઃ કાશ્મીરની લોકગાયિકા આભા હંજુરાનું ટ્વિટ

નવી દિલ્હીઃ આર્ટિકલ 370 હટ્યા બાદથી જમ્મૂ-કાશ્મીરના મૂળ સાથે જોડાયેલા કાશ્મીરી પંડિતો માટે ભાવુક ક્ષણ રહી. જાણે કેટલા લોકોના દિલમાં પોતાના ઘરોમાં વાપસી કરવાનો ખ્યાલ પણ સુખ આપનારો હતો. કાશ્મીરની લોક ગાયિકા આભા હંજુરા પણ નિર્ણય બાદ ભાવુક થઈ ગઈ છે. આભાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને પોતાના મનની વાત ફેન્સ સુધી પહોંચાડી છે.

આભાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, હવે ઘર તરફ જવાનો માર્ગ મોકળો બની ગયો છે અને બની શકે કે આપણે બધાને ફરી પોતાના ઘર મળે. પોતાના ઘરોથી દૂર કાશ્મીરીઓની આંખોનું સપનું સાકાર થયું છે. ત્યારબાદ પણ આભાએ અન્ય ટ્વીટ કરીને પોતાના દિલની વાત કરી છે.

મહત્વનું છે કે કાશ્મીરમાં વર્ષ 1990મા હથિયારબંધ આંદોલન શરૂ થયા બાદથી લાખો કાશ્મીરી પંડિત પોતાના ઘરમાંથી બેઘર થઈ ગયા હતા. તે સમયે થયેલા નરસંહારમાં ઘણા પંડિતોની હત્યા થઈ હતી. કાશ્મીરમાં હિન્દુઓ પર કહેર તૂટવાનો સિલસિલો 1989 જેહાદ માટે રચાયેલા જમાત--ઇસ્લામીએ શરૂ કર્યું હતું, જેણે કાશ્મીરમાં ઇસ્લામિક ડ્રેસ કોટ લાગૂ કરવામાં આવ્યો હતો. જમાત--ઇસ્લામીએ નારો આપ્યો કે, અમે બધા એક તમે લોકો ભાગો કે મરો. ત્યારબાદ લાખો કાશ્મીરી પંડિતો પોતાની જમીન-સંપત્તિ છોડીને રેફ્યૂઝી કેમ્પમાં શરણ લેવા માટે મજબૂર થવું પડ્યું હતું.

(5:24 pm IST)