Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

LUX COZI નું ગંજી પહેરવું યુવકને પડ્યું ભારેઃ પાકિસ્તાની પોલીસે ભારતીય જાસુસ સમજી દબોચ્યો

પાકિસ્તાન પોલીસે પંજાબ પ્રાંતમાંથી એક ભારતીય જાસૂસની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાની પોલીસ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ યુવક ભારતીય નાગરિક રાજુ લક્ષ્મી છે. જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જાસૂસી કરતો હતો. તે બલુચિસ્તાન પ્રાંતથી ડેરા ગાઝી ખાન વિસ્તારમાં ફરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

 પાકિસ્તાની પોલીસે ધરપકડ કરાયેલ શખ્સ સાથે લકસ કોઝિ (LUX COZI) ગંજીનો ફોટો પણ જાહેર કર્યો છે. તેમાં મેડ ઇન ઇન્ડિયા લખ્યું છે. જેના પર પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે ધરપકડ કરાયેલ યુવક ભારતીય છે.

જોકે, પાકિસ્તાનના આ દાવાનો ઇન્ટરનેટ પર લોકો મજાક ઉડાવી રહ્યા છે. લોકો કહે છે કે પાકિસ્તાને એક ગરીબ યુવાનની ધરપકડ કરી કારણ કે LUX COZI પહેર્યું હતું

લોકો કહે છે કે LUX COZI જોઇને પાકિસ્તાની પોલીસ સમજી ગઈ છે કે તે યુવક એક ભારતીય જાસૂસ છે. હવે ICJ ‚ માં જઈને પાકિસ્તાન લકસ કોઝીના પુરાવા રજૂ કરશે.

આવામાં પાકિસ્તાની મીડિયા પણ તે યુવકને ભારતીય જાસૂસ કહેવાનું ચાલુ રાખ્યું છે. તેમનું કહેવું છે કે ભારત તેના જાસૂસને બલુચિસ્તાન મોકલી રહ્યું છે. પરંતુ પાકિસ્તાની પોલીસે તેને પકડ્યો. પાકિસ્તાન હંમેશાં ભારતીય જાસૂસને પકડવાનો દાવો કરે છે અને નિર્દોષ લોકોને પકડીને હંમેશા હેરાન કરે છે.

(4:28 pm IST)