Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સુપ્રિમ કોર્ટમાં નિર્મોહી અખાડાનો ધડાકો

૧૯૮૨ની લૂંટમાં ચોરી થઈ ગયો'તો રામ જન્મભૂમિનો રેકોર્ડ

કોર્ટે અખાડા પાસે જમીન પર અધિકાર હોવાના દસ્તાવેજી પુરાવા માંગ્યા તો ચોરી થઈ ગયાનો જવાબ

નવી દિલ્હી, તા. ૭ :. અયોધ્યામાં રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અનુવાઈમાં ૫ જજોની પીઠે આ મામલે સુનાવણી કરી છે. આજે એકવાર ફરી સુનાવણી આગળ વધી છે. નિર્મોહી અખાડા તરફથી દલીલો રાખવામાં આવી અને જમીન પર તેમનો હક માંગ્યો હતો.

સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમ્યાન જજોએ નિર્મોહી અખાડાને પુછયું કે શું તમારી પાસે એ વાતનો કોઈ પુરાવો છે જેનાથી તમે સાબિત કરી શકો કે રામ જન્મભૂમિની જમીન પર તમારો કબ્જો છે. તેમના જવાબમાં નિર્મોહી અખાડાએ કહ્યું કે ૧૯૮૨માં ચોરી થઈ રહી હતી. જેમાં તેના દસ્તાવેજ ચોરાઈ ગયા. ત્યાર બાદ જજોએ નિર્મોહી અખાડાને અન્ય પુરાવા રજુ કરવાનું કહ્યું.

સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાને પુછયુ કે તમે કયા આધાર પર જમીન પર તમારો હક જતાવી રહ્યા છો ? જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તમે તમારા હક વગર પૂજા-અર્ચના કરી શકો છો પરંતુ પૂજા કરવી અને હક જતાવવો એ અલગ અલગ વાત છે. નિર્મોહી અખાડા તરફ વકીલે કહ્યુ કે સૂટ ફાઈલ કરવાનો હેતુ એ હતો કે અમે અંદરના કોર્ટ યાર્ડમાં અમારો હક જતાવી શકીએ છીએ.

અયોધ્યા વિવાદ પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ અંતિમ સુનાવણીનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ નિર્મોહી અખાડા તેમની દલીલો કોર્ટ સામે રાખી રહ્યુ છે.

(4:26 pm IST)