Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અને અડવાણીજી રડી પડ્યા...

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પાર્થીવ દેહને શ્રધ્ધાંજલી અ૫ૅતા ભાજપના પાયાના પથ્થર પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીજી  રડી પડયા હતા. અડવાણીજીએ ભાવુકપણે જણાવેલ કે મારા જન્મદિવસે કદી સુષ્માજી મારી પસંદગીની કેક ન લાવ્યા હોય તેવું નથી બન્યુ. તેમણે સુષ્માજીને પોતાની સૌથી નજીકના સાથી ગણાવ્યા હતા. અડવાણીજીની પુત્રી પ્રતિભા પણ સુષ્માજીની દિકરી બાંસુરીને જોઈને રડી પડ્યા હતા. અડવાણીજીએ સુષ્માજીને ભાજપના સૌથી પ્રતિષ્ઠિત ચહેરાઓમાંના એક ગણાવી મહીલા નેતાઓ માટે પ્રેરણાસ્ત્રોત હોવાનું જણાવેલ.

(4:03 pm IST)