Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભાજપે એક વર્ષમાં સુષ્મા સ્વરાજ સહિતના ઘણા નેતાઓ ગુમાવ્યા

અટલ બિહારી વાજપેયઃ

પાર્ટીના પાયાના પથ્થર અને ભાજપ શાસીત કેન્દ્ર સરકારમાં પહેલા વડાપ્રધાન ભારત રત્ન વાજપેયજીનું ૧૬/૮/૨૦૧૮ના રોજ ૯૩ વર્ષની  વયે અવસાન થયેલ.

મદનલાલ ખુરાનાઃ

દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને રાજધાનીના રાજકારણમાં સૌથી ઉંચા નેતા તરીકે પ્રખ્યાત ખુરાનાજીએ પોતાના કારકીર્દીની શરૂઆત જનસંઘથી કરેલ. તેઓ ૨૭/૧૦/૨૦૧૮ના રોજ અવસાન પામેલ.

અનંત કુમારઃ

ભાજપના દક્ષિણના મુખ્ય ચહેરા અને કેન્દ્ર સરકારમાં અનેક પદો ઉપર મંત્રી રહી ચુકેલ અનંત કુમારનું કેન્સર સામે લડતા ૧૨/૧૧/૨૦૧૮ના રોજ અવસાન થયેલ.

બલરામ દાસ ટંડનઃ

જનસંઘથી જોડાયેલ ટંડનનું છત્તીસગઢના ગર્વનર પદે સેવા બજાવતા ૧૪/૮/૨૦૧૮ના રોજ અવસાન થયેલ.

 મનોહર પાર્રીકરઃ 

એન્જીનીયરમાંથી રાજકારણી બનેલ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પાર્રીકરનું તા.૧૭/૩/૨૦૧૯ના રોજ કેન્સરના કારણે અવસાન થયેલ.

મંગે રામ ગર્ગઃ

દિલ્હીથી વાઝીરપુર બેઠકથી ચૂંટાનાર મંગેરામ ગર્ગે દિલ્હી ભાજપમાં વિવિધ પદો ઉપર સેવા બજાવેલ. ૮૩ વર્ષની વયે તેમનું ૨૧ જુલાઇ ૨૦૧૯માં અવસાન થયેલ.

(4:02 pm IST)