Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભારતમાં ૮ ટકા લોકોને મળે છે નિયમિત પગાર

પી.એલ.એફ.એસ.ના રિપોર્ટ અનુસાર રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકામાં આ આંકડો ૮૮ ટકા સુધીનો

નવી દિલ્હી તા ૭  :   ભારતમાં નિયમીત પગાર મેળવનારા ફકત ૮ ટકા જ છે, જયારે બ્રિકસ દેશોમાં તેની સાથે જોડાયેલા દેશો તેનાથી કયાંય આગળ છે.

બ્રિકસ દેશોમાં, ચીનમાં નિયમીત પગાર મેળવનારા લોકો ૫૩.૧ ટકા, બ્રાઝીલમાં ૩૭.૭ ટકા,અને દક્ષિણ આફ્રિકામાં ૮૪.૮ ટકા છે. પી.એલ.એફ.એસ ના રિપોર્ટ અનુસાર એન.એસ.ઓ.ના ડેટામાં કહેવાયું છે કે, ૨૦૧૧-૧૨ થી ૨૦૧૭-૧૮ વચ્ચે પગારદાર લોકો પાંચ ટકા વધ્યા છે. પણ આ વધારો આંશિક છે, કેમકે આ દરમ્યાન કુલ વર્ક ફોર્સ ૪ ટકા ઘટી ગઇ છે. એટલે આ વધારો ફકત એક ટકો જ ગણી શકાય. દુનિયાભરમાં નિયમીત રોજગારીની માંગ વધી છે. ભારતમાં નિયમીત કર્મચારીઓના ૭૨ ટકા પગારદારોની માસીક આવક લઘુતમ વેતન ૧૮ હજારથી ઓછી છે, જયારે તેમાંથી ૧૨ ટકા લોકો એવા છે, જેમનો માસિક પગાર ૫ હજારથી પણ ઓછો છે.

ભારતમાં પગારદાર વર્ગમાં ૪૫ ટકા લોકો એવા છે જેનો પગાર ૧૦ હજારથી ઓછો છે, ચાર ટકા લોકો એવા પણ છે જેમનો પગાર ૫૦ હજારથી વધારે છે.

(3:45 pm IST)