Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહના અંતિમ દર્શન, શ્રધ્ધાંજલી આપવા પહોંચ્યા રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી

દિલ્હીઃ ભાજપનાં દિગ્ગજ પીઢ નેતા અને પૂર્વ પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની અણધારી, અચાનક વિદાય. સુષ્મા સ્વરાજનાં સ્વર્ગવાસથી ભારતીય રાજકીય ક્ષેત્રને મોટી ખોટ પડી છે. દેશ-વિદેશમાં ભારતની ખ્યાતિ અને માનનો રસ્તો કંડારનાર સુષ્મા સ્વરાજ પોતાનાં કામ અને કામ કરવાની રીતે માટે ન ફકત દેશમાં પણ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત હતા.

સુષ્મા સ્વરાજના નિધન બાદ તેમના દ્યર પર તેમને શ્રદ્ઘાંજલિ આપાવા લોકો પહોંચી રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજના નિવાસ સ્થાને પહોંચી તેમને શ્રદ્ઘાંજલિ આપી.

થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શ્રદ્ઘાંજલિ આપાવા પહોંચશે. જયારે પીએમ નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસ સ્થાને શ્રદ્ઘાંજલિ આપવા પહોંચ્યા.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષ્મા સ્વરાજની તબિયત નાંદુરસ્ત થતાની સાથે જ સુષ્મા સ્વરાજને તુરંત દિલ્હીની એમ્સ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામા આવતા જ ભાજપનાં કેન્દ્રીયમંત્રી ડો. હષર્વધન એમ્સ પહોંચી ગયા હતા. જો કે, હોસ્પીટલમાં દાખલ કરાયાની ગણતરીની કલાકોમાં જ તેમનાં નિધનની પુષ્ટી કરવામાં આવી હતી.

  સુષ્મા સ્વરાજ લોકસાભા ૨૦૧૯માંથી પોતાની નાદુરસ્ત તબિયતનાં કારણે જ ખસી ગયા હતા. લાલકૃષ્ણ અડવાણીએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કર્યો.

ભાજપના સાંસદ રવિ કિશન, નેતા કૈલાશ વિજયવર્ગીય, હેમા માલિની, બાબા રામદેવ,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે. સીએમ મનીષ સિસોદિયાએ સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખ વ્યકત કર્યું સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહ સવારે ૧૧ વાગ્યા સુધી તેમના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ ૧૨ કલાકે દિલ્હી ભાજપ કાર્યાલય પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જયારે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(3:41 pm IST)