Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પંદર વર્ષની છોકરી પોલીસ-સ્ટેશનની પેટીમાં ચિઠ્ઠી મૂકીને ભાગી, એમાં લખ્યું હતું, છ મહિનાથી પિતા બળાત્કાર કરે છે

લખનૌ તા. ૭: છોકરીઓ પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી એવું માનવા મજબૂર થવું પડે એવી ઘટનાઓ આજકાલ વધી રહી છે. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં દસમા ધોરણમાં ભણતી એક છોકરીએ પોતાના પિતાના ત્રાસમાંથી છૂટવા માટે પોલીસની મદદ માગી હતી. જોકે સામેથી ચાલીને વાત કરવા જવાની હિંમત ન હોવાથી તેણે ચિઠ્ઠી લખી હતી અને પોલીસ-સ્ટેશનની ફરિયાદ પેટીમાં નાખી દીધી હતી. ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું, 'તેના પ૦ વર્ષની વયના પિતા છેલ્લા છ મહિનાથી તેની પર રેપ કરે છે. તેની સગી માનું મૃત્યુ થતાં પિતાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે એ સંબંધમાં પણ તકલીફો થતાં બીજી પત્નીથી પણ તે છૂટા પડી ગયા હતા.'

રેપ કરવા ઉપરાંત મારવાનું અને કોઇનેય કહેશે તો જાનથી મારી દેવાની ધમકીને કારણે છોકરી અત્યાર સુધી હિંમત નહોતી કરી શકી. જોકે પોલીસે આ ફરિયાદના આધારે છોકરીના પિતાને પકડીને પૂછતાછ શરૂ કરી દીધી છે.

(3:20 pm IST)