Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આજે કાશ્મીર લીધુ છે, બલૂચિસ્તાન-પીઓકે લેશું

ઈસ્લામાબાદમાં લાગ્યા શિવસેનાના પોસ્ટરો : પાકિસ્તાનીઓમાં હોબાળો મચી ગયો

નવી દિલ્હી, તા. ૭ :. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ના બધા ભાગ નિષ્પ્રભાવી કરવાનો સંકલ્પ સોમવારે રાજ્યસભામાં રજૂ કરાયો હતો તે વખતે શિવસેના સાંસદ સંજય રાઉતે ઉત્સાહમાં આવીને કહ્યું હતું કે આજે કાશ્મીર લીધુ છે. કાલે બલૂચિસ્તાન - પીઓકે લેશું. તેમના આ બયાનના પોસ્ટર મંગળવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઠેર ઠેર લાગેલા જોવા મળ્યા. જેના લીધે સ્થાનિક લોકોમાં બહુ નારાજગી છે.

ઈસ્લામાબાદમાં લાગેલા આ પોસ્ટરો પર પાક. નાગરિકોએ બહુ નારાજગી દર્શાવી છે. તેમનુ કહેવુ છે 'અમને સમજાતુ નથી કે એક દેશ તરીકે આપણે કયાં જઈ રહ્યા છીએ ? આપણા દેશમાં, આપણા શહેરમાં આપણી નજર સામે ભારતવાળા પોતાના પોસ્ટરો લગાવી રહ્યા છે, પણ આપણે સુઈ રહ્યા છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે આપણી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આ પોસ્ટરો લાગેલા છે. ઈસ્લામાબાદની મોટી મોટી સડકો પર આ પોસ્ટરો લાગેલા છે.'

શું છે આ પોસ્ટરમાં ?

પાકિસ્તાનમાં લાગેલા આ પોસ્ટરોનું શિર્ષક 'મહાભારત સ્ટેપ ફોરવર્ડ'છે, ત્યાર પછી સંજય રાઉતનું બયાન' આજ કાશ્મીર લીયા હૈ, કલ બલૂચિસ્તાન - પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર લેંગે. મુઝે વિશ્વાસ હૈ કિ પીએમ મોદી અખંડ હિન્દુસ્તાન કા સપના પુરા કરેંગે' છાપેલુ છે.

(1:16 pm IST)