Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ઓડીશામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટઃ રેલ્વે ટ્રેકનું ધોવાણઃ૩ ડબ્બા ખડી પડયા

ભુવનેશ્વરઃ ઓડીશામાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજયમાં એકધારા વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યુ છે. ભારે વરસાદના કારણે અંબોદલા રેલ્વે સ્ટેશન પાસે રાયગઢ અને ટિટલાગઢ વચ્ચે ટ્રેનના ૩ ડબ્બા ખડી પડયા હતા. રીલીફ ટ્રેનને ઘટના સ્થળે રવાના કરાઈ હતી. રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળતા આ દુર્ઘટના બની હતી. ત્યારબાદ ૪ ટ્રેનો રદ્દ કરાઈ હતી  અને ૫ ટ્રેનના રૂટ બદલાયા હતા.

છત્તીસગઢ અને ઓડીશામાં આજે જોરદાર વરસાદ પડવાની શકયતા છે. હવામાન ખાતા મુજબ મોનસુન ટ્રફ લાઈન સક્રીય થવાની સાથે ઉત્તર- પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ ચક્રવાતે નિમ્ન દબાણનું રૂપ ધારણ  કરી લીધુ છે. આ કારણે ઓડીશા અને છત્તીસગઢના કેટલાય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

આંકડાઓ મુજબ ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડીશા, તામીલનાડુ અને હરિયાણામાં આ વખતે ગયા વર્ષ કરતા સારો વરસાદ થયો છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં વરસાદ મોડો શરૂ થયો પણ સતત વરસાદના કારણે હાલત સુધર્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઓડીશામાં વરસાદ પડી રહ્યો છે. આ કારણે કેટલાય જીલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ટ્રેન વ્યવહારને રેલ્વે ટ્રેક ધોવાતા અસર પહોંચી છે.

(1:14 pm IST)