Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

RBIએ ઘટાડયા વ્યાજદરો

લોન સસ્તી થશેઃ EMI ઘટશે

ભારતીય રિઝર્વ બેંકે સતત ચોથી વખત રેપો રેટમાં ઘટાડો જાહેર કર્યો : ૦.૩પ ટકાનો ઘટાડો : ર૦૧૯માં અત્યાર સુધી રેપો રેટ ૧.૧૦ ટકા ઘટ્યો : રિવર્સ રેપો રેટમાં પણ ૩પ બેઝીઝ પોઇન્ટનો ઘટાડો : હવે રેપો રેટ પ.૪૦ ટકા તથા રિવર્સ રેપો રેટ પ.પ૦ ટકા : વિકાસ દરનું અનુમાન ૭ ટકાથી ઘટાડી ૬.૯ ટકા

નવી દિલ્હી, તા. ૭ :  રિઝર્વ બેંકે રેપો રેટ ને ઘટાડીને ભેટ આપી છે, જેનાથી તમારી લોન સસ્તી થશે. હાલમાં નાણાંકીય વર્ષની ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નીતિમાં ફરી રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટ ૦.૩પ ટકા ઘટાડીને પ.૪૦ ટકા કરવામાં આવ્યો અને રિવર્સ રેપોરેટપ.૧પ ટકા કરી દેવામાં આવ્યો છે. આ સતત ચોથીવાર છે. જયારે આર.બી.આઇ. રેપોરેટ ઘટાડયો છે. ત્રણ દિવસની બેઠક બાદ રેપોરેટમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જીડીપી ગ્રોથ રેટના અંદાજને ૭ ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કરી દેવામાં આવ્યો છે.

રેપોરેટ અત્યાર સુધી પ.૭પ ટકા હતો જે સપ્ટેમ્બર ર૦૧૦ બાદ તેના સૌથી નીચલા સ્તરે હતું. આર.બી.આઇ. આ વર્ષે પહેલા જ રેપોરેટમાં ત્રણ વારમાં ૦.૭પ ટકાનો ઘટાડો કરી ચુકયો હતો. આજે ઘટાડાતા એલાન બાદ તે પ.૪૦ ટકા પર આવી ગયું છે. આમ થવાથી લોન સસ્તી થશે.

રેપોરેટમાં ઘટાડની અસર લોન લેનાર લોકો પર થશે. કારણ કે બેંકો લોન પર વ્યાજ દર ઘટાડશે. કારણ કે રેપોરેટમાં ઘટાડાનો અર્થ એ છે કે બેંકનો માર્જિનલ કોસ્ટ બેસ્ટ લેન્ડીંગ રેટ પણ ઘટશે.

રિઝર્વ બેંકે કેશ રિઝર્વ રેશિયો (CRR) 4 ટકા પર યથાવત રાખ્યો છે. આગામી પોલિસી હવે 4 ઓકટોબરના રોજ રજૂ કરવામાં આવશે. રેટ કટની જાહેરાત કરતાં ગર્વનર શકિતકાંત દાસે કહ્યું કે જૂનની બેઠક બાદ ગ્લોબલ ગ્રોથમાં ધીમાપણું આવ્યું છે. મોનિટરી પોલિસી કમિટી 6 માંથી 4 સભ્યોને રેટ કટના પક્ષમાં મતદાન કર્યું છે

ડિસેમ્બરથી 24 કલાક NEFT ની સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ ત્રિમાસિકમાં કંઝયૂમર પ્રાઇસ ઇંડેકસ (CPI) આધારિત મોંદ્યવારી દર 3.6 ટકા રહ્યો. રિઝર્વ બેંકે કહ્યું કે મોનસૂનમાં તેજીથી કૃષિ ક્ષેત્રમાં સુધારાની સંભાવનાઓ વધી છે. જોકે હાલમાં શહેરી માંગ અને પેસેંજર કારની માંગમાં દ્યટાડો આવ્યો છે.

(3:48 pm IST)