Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ગર્ભપાતનો સમય વધારવા વિચારણા

હાલની સમય સીમા ર૦ સપ્તાહ છે જે વધારીને ર૪ કે ર૬ કરવાની તૈયારી

નવી દિલ્હી, તા. ૭ : ગર્ભપાત કરવાની વર્તમાન સમય મર્યાદા ર૦ સપ્તાહથી વધારીને ર૪ થી ર૬ સપ્તાહ કરવા ઉપર કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. આ બાબતને લઇને કેન્દ્ર સરકારે ગઇકાલે દિલ્હી હાઇકોર્ટને જાણ કરી હતી. મુખ્ય ન્યાયધીશ ડી.એન. પટેલ અને ન્યાયમૂર્તિ સી. હરિશંકરની પીઠ સમક્ષ સોગંદનામામાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી કાનૂનમાં સંશોધન માટે માર્ચમા મંજુરી માટે અંતિમ ડ્રાફટ કાનૂન મંત્રાલયને મોકલી દેવાયો હતો.

જો કે કાનૂન મંત્રાલયે નોંધ મોકલી કહ્યું હતું કે સંસદના બંને ગૃહો અનિશ્ચિત મુદત માટે સ્થગતિ છે. એવામાં નવી સરકારની રચના બાદ બધા હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ આ મામલે વિચાર કરાશે.

(11:37 am IST)