Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભારતીય રાજનીતિના પ્રખર વકતા અને કુશળ નેતાઃ આવું રહ્યું સુષમા સ્વરાજનું રાજકીય જીવન

નવી દિલ્હી, તા.૭: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે હાર્ટ એટેકથી દિલ્હીની એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેઓ ૬૭ વર્ષના હતાં. દ્યણા સમયથી તેઓ બિમાર હતા. ભાજપના કદાવર નેતા અને એક પ્રખર વકતા સિવાય સુષમા સ્વરાજનું રાજકીય જીવન શાનદાર રહ્યું. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બાદ વિદેશ પ્રધાન બનનારા તેઓ બીજા મહિલા નેતા હતા.

૧૪ ફેબ્રુઆરી ૧૯૫૨ના હરિયાણાના અંબાલા કેન્ટમાં જન્મેલા સુષમા સ્વરાજના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વસંસેવક સંદ્યના મહત્વના સભ્યોમાં સામેલ હતા. તેમના માતા-પિતાનો સંબંધ પાકિસ્તાનના લાહોર સ્થિત ધર્મપુરા વિસ્તારમાંથી હતા. અંબાલા કેન્ટના સનાતમ ધર્મ કોલેજથી તેમણે સંસ્કૃત અને રાજકીય વિજ્ઞાનથી શિક્ષણ હાસિલ કર્યું હતું. ત્યારબાદ તેમણે ચંદીગઢની પંજાબ યૂનિવર્સિટીથી કાયદામાં શિક્ષણ મેળવ્યું હતું. યુવાવસ્થાથી જ સુષમા સ્વરાજ એક સારા વકતા રહ્યાં છે. હરિયાણાના ભાષા ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત રાજકીય પ્રતિયોગિતામાં તેમણે સતત ત્રણવાર બેસ્ટ હિન્દી સ્પીકરનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

વર્ષ ૧૯૭૦મા સુષમા સ્વરાજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ખ્ગ્સ્ભ્)થી પોતાનું રાજકીય કરિયર શરૂ કર્યું હતું. તેમના પતિ સ્વરાજ કૌશલ સમાજવાદી નેતા જોર્જ ફનર્િાન્ડસ સાથે જોડાયેલા હતા અને સુષમા સ્વરાજ વર્ષ  ૧૯૭૫મા ફનર્િાન્ડસની લીગલ ડિફેન્સ ટીમનો ભાગ બન્યા હતા. આ પહેલા ૧૯૭૩મા તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેકિટસ શરૂ કરી હતી. જયપ્રકાશ નારાયણના આંદોલમાં પણ તેઓ સામેલ રહ્યાં હતા.

કટોકટી બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા અને ધીરે-ધીરે પાર્ટીમાં તેમનું કદ વધ્યું હતું. જુલાઈ ૧૯૭૭મા તેઓ દેવી લાલની આગેવાની વાળી જનતા પાર્ટીની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર ૨૫ વર્ષના હતા. આ રીતે તેઓ વિધાનસભામાં સૌથી યુવા સભ્ય હતા. ત્યારબાદ ૧૯૮૭થી ૧૯૯૦ સુધી હરિયાણાના શિક્ષણ પ્રધાન પણ રહ્યાં હતા. ૨૭ વર્ષની ઉંમરમાં સુષમા સ્વરાજને જનતા પાર્ટી (હરિયાણા)ના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

સુષમા સ્વરાજે એપ્રિલ ૧૯૯૦મા રાષ્ટ્રીય રાજનીતિમાં પગ મુકયો હતો. તેમને રાજયસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. ૧૯૯૬મા તેઓ દક્ષિણી દિલ્હી વિસ્તારથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમને અટલ બિહારી વાજપેયીની ૧૩ દિવસની સરકારમાં સૂચના પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ઓકટોબર ૧૯૯૮મા તેમણે કેબિનેટમાંથી રાજીનામાં આપ્યું અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા. પરંતુ વધતી મોંદ્યવારીને કારણે ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયું અને સુષમા સ્વરાજે બીજીવાર રાષ્ટ્રીય રાજનીતિમાં વાપસી કરી હતી.

સપ્ટેમ્બર ૧૯૯૯માં ભાજપે સુષમા સ્વરાજને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ઘ કર્ણાટકના બેલ્લાસી સીટથી ઉતારવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પ્રચારમાં લોકોને કન્નડમાં સંબોધિત કર્યાં અને માત્ર ૧૨ દિવસના ચૂંટણી પ્રચારમાં તેમણે ૩૫૮૦૦૦ મત મળ્યા હતા. પરંતુ તેઓ સોનિયા ગાંધી સામે માત્ર ૭ ટકા મતથી હારી ગયા હતા.

નરેન્દ્રભાઇ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સુષમા સ્વરાજને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પીએમ મોદીની વિદેશ નીતિને લાગૂ કરાવવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી હતી. સંયુકત રાષ્ટ્રમાં તેમનાં ભાષણની પ્રશંસા થઈ હતી, જેમાં તેમણે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપ્યો હતો. સુષમા સ્વારજ ૭ વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહ્યાં હતા.  ૧૩ જુલાઈ ૧૯૭૫ના સુપ્રીમ કોર્ટના વકીલ સ્વરાજ કૌશલે સુષમા સ્વરાજે લગ્ન કર્યાં હતા. બંન્નેને નજીક લાવવામાં કટોકટીનો મોટો ફાળો રહ્યો હતો. બંન્ને આ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. બંન્નેને એક પુત્રી બાંસુરી છે, જેણે ઓકસફોર્ટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.

સુષ્માજી ભાષાની મધુરતા અને વ્યંગતાથી સંસદમાં પ્રશ્નો રજુ કરતાઃ રેશ્મા પટેલ

રાજકોટ તા. ૭ :.. પાટીદાર મહિલા અગ્રણી રેશ્મા પટેલે સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાન અંગે ઘેરો શોક વ્યકત કર્યો છે.

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્માજીનાં નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયુ છે. સુષ્માજીના વ્યકિતત્વને શબ્દોમાં લખવુ મુમકિન નથી. ભાષાની મધુરતા અને વ્યંગ્યતાથી સંસદમાં પ્રશ્નો ઉઠાવનાર સુષ્મા સ્વરાજ મારા પ્રિય અને પ્રેરણામુર્તિ નેતાને આજે ગુમાવ્યા છે.

તેમના દિવંગત આત્માને ઇશ્વર શાંતિ આપે અને તેમના પરિવારને સહન શકિત આપે. 'નારી શકિતને સલામ...' તેમ અંતમાં રેશ્મા પટેલે જણાવ્યું હતું.

(11:34 am IST)