Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કાશ્મીર અને જમ્મુના સંખ્યાબંધ જિલ્લાઓમાં કફર્યુ : શ્રીનગરના કેટલાક સ્થળોએ પથ્થરમારાના અને દેખાવોના સામાન્ય બનાવો

જમ્મુ, તા. ૭ : સતત બીજા દિવસે પણ કાશ્મીર દેશ અને દુનિયાથી અલગ પડી ગયું છે. સંદેશ વ્યવહાર ના સાધનો સાથે ટીવી ચેનલ અને અખબારો પણ ઉપલબ્ધ નથી.

કાશ્મીર ખીણમાં લાખો સૈનિકો ખડેપગે. જમ્મુના ડોડા કીસ્તવાર અને પુંછમાં કર્ફ્યુ લગાડ્યા ના અહેવાલો.

જુના જમ્મુની શેરીઓમાં તાર લગાડીને લોકોની આવન-જાવન સંપૂર્ણ રોકી દેવામાં આવી છે. સજ્જડ કારણ સિવાય કોઈને પણ જવા દેવામાં આવતા નથી.

જમ્મુના પ્રત્યેક ચોકમાં સશસ્ત્ર પોલીસ ઉપરાંતઙ્ગ અર્ધ લશ્કરી દળના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. ચીનાઈ વેલીથી મળતા અહેવાલો મુજબ સંખ્યાબંધ જિલ્લાઓમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

કાશ્મીરમાં અઘોષિત કરફયુ ચાલુ જ છે. કાશ્મીરમાંં છેલ્લા એક અઠવાડિયામાં પોણા બે લાખ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.કાશ્મીરમાં દેખાવોનો સિલસિલો ચાલુ રહ્યો છે. નવ સ્થળો ઉપર શ્રીનગરમાં પથ્થરમારો થયો છે. જે સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓ બહાર આવી છેે તેમાં હાજી બાગ કેમ્પ, સોમયાર મંદિર, ઈસ્લામીય કોલેજ છોટા બજાર સહિતનો સમાવેશ થાય છે.

આર્ટિકલ ૩૭૦ હટાવવાના નિર્ણય પુર્વેજ કાશ્મીરમાં લશ્કરે જબ્બર તૈયારીઓ કરી લીધી હોવાથી કોઈ મોટી ઘટના સર્જાઈ નથી અને સાવચેતીના પગલા રૂપે કાશ્મીરના મોટા નેતાઓને પકડી લેવામાં આવતા તેવો તરફથી પણ કોઇ પણ કોઈ શાંતિભંગ ની પ્રક્રિયા થઇ શકી નથી.

(11:31 am IST)