Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પાકિસ્તાન સાથેની એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું કચ્છના નલિયામાં પોસ્ટિંગ- સોશ્યલ મીડિયામાં છવાયા

ભુજ,તા.૭: એક બાજુ ભારતે કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ્દ કર્યાનો આનંદ કચ્છના સોશ્યલ મીડિયામાં જોર શોરથી વ્યકત કરાઈ રહ્યો છે. તેની સાથે જ પાકિસ્તાન સાથેની સર્જીકલ સ્ટ્રાઈકના હીરો અને પોતાની આગવી.મૂછોના કારણે જાણીતા એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું કચ્છમાં પોસ્ટિંગ થયા ના સમાચારો સોશ્યલ મીડિયામાં છવાયા છે.

 ફેસબુક, ટ્વીટર અને ખાસ કરીને વ્હોટેસ એપ્પ ઉપર વિંગ કમાન્ડર અભિનંદન ની કચ્છના નલિયા એરફોર્સમાં થયેલ પોસ્ટિંગને વધાવાઈ રહી છે. નલિયા એરફોર્સ સુખોઈ ફાઇટર પ્લેનથી સજ્જ છે. વિંગ કમાન્ડર અભિનંદન સુખોઈ ફાઇટર પ્લેનના કાબેલ પાયલોટ છે.

 તેમને એર સ્ટ્રાઈક દરમ્યાન પાકિસ્તાને પકડી લીધા બાદ ભારતના દબાણથી છોડી દેવા પડ્યા હતા. પણ, પોતાની દેશદાઝ અને વીરતાને કારણે અભિનંદન દેશના હીરો બની ગયા. હવે તેમનું નલિયામાં પોસ્ટિંગ થયું હોવાની ચર્ચા અંગે એરફોર્સ દ્વારા કોઈ સત્ત્।ાવાર માહિતી અપાતી નથી. એરફોર્સના ગુજરાતના પીઆરઓ પુનિતકુમારે આ સમાચાર જુના હોવાનું જણાવીને એરફોર્સના કોઈ પણ પોસ્ટિંગ માટેની માહિતી અપાતી ન હોવાનો ખુલાસો કર્યો છે.

(11:30 am IST)