Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સુષ્માસ્વરાજના નિધનથી દેશભરમાં શોકની લહેરઃ ૩ વાગ્યે રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

બીજેપી કાર્યાલય ખાતે પાર્થિવદેહન અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષ્મા સ્વરાજને હાર્ટ અટેક આવતા તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને મોડી રાતે તેમના દ્યરે લાવી દેવાયો હતો. જયાં તેમના અંતિમ દર્શન માટે મૂકાયો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત રાજકીય હસ્તીઓ મોડી રાતે જ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં. સ્વરાજનો પાર્થિવ દેહ સવારે ૧૧ વાગ્યા સુધી તેમના દ્યરે અંતિમ દર્શન માટે રખાશે. ત્યાર બાદ ૧૨ કલાકે દિલ્હી ભાજપ કાર્યાલય પાર્થિવ દેહને લવાશે. જયારે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ સૌપ્રથમ ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તાત્કાલિક અસરથીઙ્ગએઈમ્સ પહોંચ્યા હતાં.ઙ્ગઉલ્લેખનીય છે કે, ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી

પરંતુ તેમની બચાવી ન શકાય અને ૬૭ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું હતું. તેમના નિધન અંગેના સમાચારને પગલે ભાજપે પક્ષના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા દિગ્ગજ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.

હાલ હોસ્પિટલમાં સુષમા સ્વરાજના પતિ તથા તેમના પરિવારના સભ્યો તથા પાર્ટીના કેટલાક નેતાઓ હાજર છે. નોંધનીય છે કે, તેમની તબિતય છેલ્લા કેટલાક સમયગાળાથી ખરાબ હતી. ૧૦ ડિસેમ્બરના રોજ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

અત્રે જણાવી દઇએ કે, સુષમા સ્વરાજની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ ૨૦૧૯દ્ગક ચૂંટણી લડ્યા નહોંતા. ૨૦૧૪જ્રાક્નત્ન સુષમા સ્વરાજે ભારત સરકારનો વિદેશ મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. ભાજપના શાસન દરમિયાન સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી પદને પણ શોભાવી ચૂકયા છે. પ્રથમ વખત તેઓ દિલ્હીના મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા.

સુષમા સ્વરાજે ૩૭૦ કલમને અનુલક્ષીને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતું એક ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે, હું મારા જીવનમાં આ દિવસ જોવાની પ્રતિક્ષા કરી રહી હતી.

(9:58 am IST)