Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ગ્રાહક સુરક્ષા ખરડો રાજયસભામાં પાસ

નવી દિલ્હી, તા.૭: ગ્રાહક સુરક્ષા બિલ-૨૦૧૯ રાજયસભામાં મંગળવારે પાસ થયું હતું જે લોકસભામાં અગાઉ પાસ થયું હતું. આ બિલ પાસ થતાં ગ્રાહક વિવાદના કેસ ઉકેલવાનું સરળ બનશે અને વહીવટ અસરકારક બનાવવા મદદરૂપ થશે. રાજયસભામાં મૌખિક મતદાનથી ખરડો પાસ થયો હતો. ગ્રાહકોના હક મજબૂત બનશે. ગુડ્ઝમાં ખામી અને સર્વિસમાં ક્ષતિ બાબતની ફરિયાદ હાથ ધરવા યંત્રણા મળી રહેશે. આ બિલ વિશે ચર્ચાનો ઉત્ત્।ર આપતાં ગ્રાહકોની બાબત સંભાળતા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે સભ્યો દ્વારા કરાયેલા સૂચનોને રૂલ્સમાં સમાવી લેવાશે.

(9:57 am IST)