Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કાશ્મીર- જમ્મુમાં અઘોષિત કર્ફ્યુ બીજા દિવસે યથાવત : કેટલાય જિલ્લામાં કર્ફ્યુ લાગુ : શ્રીનગરમાં પથ્થરાબાજીના બનાવ : વિશ્વથી હજુ સંપર્ક વિહોણુ

જમ્મુ ;બે દિવસ બાદ પણ કાશ્મીર સંપૂર્ણ રીતે દેશ દુનિયાથી સંપર્ક વિહોણું છે સંચાર સાધનોની સાથે ટીવી ચેનલ,અખબાર સહિતથી કાશ્મીર વંચિત છે કાશ્મીર વાદીઓમાં લાખો સૈનિકો સાથે લગાવેલ અઘોષિત કર્ફ્યુ બીજા દિવસે પણ યથાવત છે,જમ્મુ જિલ્લામાં પણ જ્યાં કલમ 144 નામે કર્ફ્યુ લગાવેલો છે વચ્ચે ડોડા ,કિશ્તવાડ અને પૂછમાં કર્ફ્યુ લગાવાયાના અહેવાલ છે જયારે શ્રીનગરમાં આજે કેટલાક સ્થળોએ પથ્થરબાજી થઇ હતી.

  જમ્મુ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે વહીવટી તંત્ર દ્વારા લગાવાયેલ પાબંધી યથાવત છે જુના શહેરની ગલી બહાર સુરક્ષાકર્મીઓએ કતારબંધ થઈને અવરજવર રોકી દીધી છે કોઈપણ યોગ્ય કારણ વિના બહાર જવા મંજૂરી નથી શહેરના દરેક ચોકમાં આર્મ્ડ પોલીસ સાથે કેન્દ્રીય રિઝર્વ પોલીસદળના જવાનો તૈનાત છે જોકે છીનવ વેલીથી મળેલ અહેવાલ મુજબ કેટલાક જિલ્લામાં કર્ફ્યુ લગાવાયો છે જયારે કાશ્મીરમાં લગાવેલ અઘોષિત કર્ફ્યુમાં કોઈ છૂટ અપાઈ નથી દાવો કરાઈ રહ્યો છે કે કાશ્મીરમાં એક સપ્તાહમાં 1,75 લાખ જેટલા જવાનો તૈનાત કરાયા છે

  દરમિયાન કાશ્મીરના વિરોધ પ્રદર્શનનો સિલસિલો શરૂ થયો છે શ્રીનગરમાં કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓએ પથ્થરબાજી કરી હતી શ્રીનગરના અલગ અલગ નવ સ્થળોએ પથ્થરાબાજીના બનાવ બન્યા હતા શ્રીનગરના હાજીબાગકેમ્પ,સોમયાર મંદિર,ઇસ્લામિયા કોલેજ,છોટા બજાર સહિતના સ્થળોએ પથ્થરબાજી થી હતી કેટલાક વિસ્તારોમાં લોકોને રોડ પર આવતા રોકવાના વિરોધમાં પ્રદર્શન કરાયું હતું

(12:00 am IST)