Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભારતીય રાજનીતીનો એક શાનદાર અધ્યાય સમાપ્ત થયોઃ વડાપ્રધાને ટવીટ્ કરી સુષ્મા સ્વરાજને યાદ કર્યા

 ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે નિધન થયું. હ્રદયરોગના હુમલા બાદ તેમને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય રાજનીતિનો એક શાનદાર અધ્યાય સમાપ્ત થઇ ગયો.  વડાપ્રધાન મોદીએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કરતા કહ્યું કે, ભારતીય રાજનીતિનો એક શાનદાર અધ્યાય ખતમ થઇ ગયો. ભારતે એક એવા નેતાના નિધન પર શોક વ્યકત કરે છે જેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કરી દીધું હતું. સુષમા સ્વરાજજી કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સુષમા સ્વરાજ ઉત્કૃષ્ટ સાંસદ હતાં. તેમને પાર્ટીમાં સન્માન મળ્યું છે.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે, સુષમાજીએ પોતાના દ્વારા સંભાળેલા દરેક મંત્રાલયમાં ઊંચા માનકો સ્થાપિત કર્યા છે. તેમણે વિભિન્ન દેશો સાથે ભારતના સંબંધોને બહેતર બનાવવાં માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. એક મંત્રીના રૂપમાં અમે તેમને સહ્રદય પક્ષને જોયું, જે તે ભારતીયોની મદદ કરતા હતા જે દુનિયાના કોઇ પણ ભાગમાં સંકટમાં હતા.

પીએમ મોદીએ લખ્યું, ' સુષ્માજીએ વિદેશી મંત્રી તરીકે છેલ્લા વર્ષોમાં જે રીતે અથાક કાર્ય કર્યું હતું તે હું ભૂલી શકતો નથી. જયારે તેમની તબિયત બરાબર ન હતી, ત્યારે પણ તેમના કામ સાથે ન્યાય કરવા અને તેમના મંત્રાલયની બાબતોમાં આગળ વધારવા માટે શકય તે બધું કરતા રહ્યાં. તેમની લાગણી અને પ્રતિબદ્ઘતા અનન્ય હતી.

વડાપ્રધાન મોદીએ લખ્યું, ' સુષ્માજીનું મૃત્યુ એ વ્યકિતગત નુકસાન છે. તેમણે ભારત માટે જે કર્યું તેના માટે દેશ હંમેશા તેને યાદ રાખશે.

સુષ્મા સ્વરાજ દ્યણા સમયથી બીમાર હતા અને તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ગયું હતું. બીમારીને કારણે તેમણે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી લડી નહોતી. ૨૦૧૪ માં સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલયનો હવાલો મળ્યો. તેમને દિલ્હીની પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બનવાનો ગૌરવ મળ્યું હતું.

(3:40 pm IST)