Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હું આ જ દિવસની રાહ જોતી હતીઃ સુષ્મા સ્વરાજે નિધનના ૪ કલાક પહેલા કરેલ ટવીટ્

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષની વયે દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં નિધન થતા પક્ષે દિગ્ગજ નેતા ગુમાવ્યા હતા. તેમના નિધનને પગલે પાર્ટીના પીઢ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. નોંધનીય છે કે, સુષમા સ્વરાજે નિધન પામ્યાના ૪ કલાક પહેલા અંતિમ ટ્વીટ કર્યું હતું.

અંતિમ ટ્વિટ ૨ કલાક પહેલા  સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે મૃત્યુ પામ્યાના ૪ કલાક પહેલા જ એક ટ્વીટ કર્યું. આ ટ્વીટ તેમનું અંતિમ ટ્વીટ બન્યું હતું. સુષમા સ્વરાજે આ ટ્વીટ ૩૭૦ની કલમને અનુલક્ષીને લખતાં કહ્યું કે, પ્રધાનમંત્રીજી- આપને હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસને જોવાની પ્રતિક્ષા કરી રહી હતી.  અંબાલા છાવણીમાં જન્મેલ સુષમા સ્વરાજે એસ.ડી કોલેજમાં બીએ અને પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢમાં વકીલની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ કર્યા બાદ તેમણે પહેલા જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો હતો. ઇમરજન્સીનો ભારે વિરોધ કર્યાબાદ તેઓ સક્રિય રાજનીતિથી જોડાયા હતા.

વર્ષ ૨૦૧૪માં તેમને ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. જયારે આ પહેલા ઇન્દિરા ગાંધી કામચલાઉ વિદેશ મંત્રી રહી ચૂકયા છે. કેબિનટમાં તેમને સામેલ કરીને તેમના કદ અને કાબિલિયતને સ્વિકારી હતી. તેઓ દિલ્હીની પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશમાં કોઇ રાજકિય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવકતા બન્યા હતા.

એક સમયના ભાજપના પ્રધાનમંત્રી પદના દાવેદાર હતા. ભાજપના સ્થાપક નેતાઓમાંના એક હતા સુષ્મા. તેમણે ABVP  થી રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા. વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. UPA ૨ સરકાર દરમિયાન વિરોધ પક્ષના નેતા હતા. સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ ભાજપના નેતા હતા. જયપ્રકાશ નારાયણ આંદોલનમાં તેઓ સક્રિય હતા.

(4:01 pm IST)