Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આર્ટિકલ 370 પર રઘવાયું પાકિસ્તાન : ઇમરાનના મંત્રીએ આપી યુદ્ધની ધમકી

કહ્યું ભારત કાશ્મીરને પેલેસ્ટાઇન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370 સમાપ્ત થયા પછી પાકિસ્તાન રઘવાયું બન્યું છે પાકિસ્તાને ભારત સરકારને યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત કાશ્મીરને પેલેસ્ટાઇન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારત કાશ્મીરની વસ્તીને બદલવા માંગે છે

  . પાકિસ્તાનની સરકારના મંત્રી અને ઇમરાન ખાનની નજીકના ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે સાંસદો નકામા વિષયમાં અંદરો અંદર લડવાના બદલે ભારતને જડબાતોડ જવાબ આપવો પડશે. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરુર છે.
    પાકિસ્તાનની નેશનસ એસેમ્બલીમાં કાશ્મીર પર ચર્ચા કરવા માટે સંયુક્ત સંત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતે જ હાજર રહ્યા ન હતા. આ કારણે વિપક્ષે સદનમાં જોરદાર હંગામો કર્યો હતો. આ પછી સંસદની કાર્યવાહી રોકી દેવામાં આવી હતી અને અધ્યક્ષ પોતામા કક્ષમાં ચાલ્યા ગયા હતા

(12:00 am IST)