Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અમને પણ ભારત સાથે જોડો : ગિલગિત -બાલટિસ્તાન કાર્યકરે ઉઠાવી માંગ

પીઓકે જમ્મુ -કાશ્મીરનો હિસ્સો અને ગિલગિત -બાલટિસ્તાન ભારતનો અભિન્ન ભાગ છે

ન્યૂ દિલ્હીઃ અધિકારોની લડાઇ લડી રહેલ ગિલગિત-બાલ્ટિસ્તાનના એક કાર્યકર્તા સેંગે એચ.સેરિંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહને માંગ કરી છે કે તેઓ ભારતની સાથે જ જોડાવા ઇચ્છે છે અને તેને પણ ભારતીય સંવિધાનમાં પ્રતિનિધિત્વ મળે

 અત્રે ઉલ્લેખનીય છે કે  આ ભાગ હાલમાં પાકિસ્તાનનાં કબ્જામાં છે અને ત્યાંના લોકો ભારતમાં વાપસીને લઇને અભિયાન ચલાવી રહેલ છે.

  તેઓએ કહ્યું કે, 'ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કહ્યું કે, પીઓકે જમ્મુ-કાશ્મીરનો અભિન્ન ભાગ છે. અમે માનીએ છીએ કે ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતનો એક અભિન્ન ભાગ છે. અમે લદ્દાખનો વિસ્તાર છીએ અને અમે ભારતીય સંઘ અને સંવિધાન અંતર્ગત પોતાને માટે અધિકારની માંગ કરીએ છીએ

(8:50 am IST)