Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દેશના કૃષિ કાયદામાં મોટો ફેરફાર :સરકારી બંજર જમીન હવે સસ્તાભાવે લીઝ પર મળશે

આ જમીનોને સસ્તા ભાવે લઈને તેના પર ખેતી અથવા કોઈ ઉદ્યોગ ધંધો શરૂ કરી શકશે: ગુજરાત પહેલું રાજ્ય છે જેણે આ પગલું સૌથી પહેલા ભર્યું

નવી દિલ્હી :દેશમાં અનેક રાજય સરકારો હવે બંજર જમીનોને પણ લીઝ પર આપવાની શરૂ કરી છે. ગુજરાત પહેલું રાજ્ય છે જેણે આ પગલું સૌથી પહેલા ભર્યું છે. હવે માધ્ય પ્રદેશ, યુપી, બિહાર, હિમાચલ પ્રદેશ અને અસાં જેવા રાજ્યોએ પણ આ નિર્ણય લીધો છે. ગત વર્ષના અંતમાં મોદી સરકારના આદેશ બાદ રાજ્ય સરકારો હવે બંજર જમીનોને લીઝ પર આપવાનું કામ શરૂ કર્યું છે

દેશના સામાન્ય નાગરિકો અને કારોબારીઓ પણ હવે આ જમીનોને અત્યંત સસ્તા ભાવે જમીન લઈને તેના પર ખેતી કરી શકશે અથવા કોઈ ઉદ્યોગ ધંધો શરૂ કરી શકશે. આ વર્ષે દેશમાં કૃષિ કાયદા બાદ હોર્ટિકલચર પોલિસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એવામાં જો તમે સરકારી બજાર જમીન લીઝ પર લેવા માંગો છો તો જિલ્લા કચેરીઓમાં અથવા રાજ્ય સરકારની વેબસાઈટ પર જઈને આવેદન કરી શકો છો.

આ સરકારી જમીન પર સામાન્ય વ્યક્તિ ઔષધી અથવા ફળ ઉગાળવાનું કામ કરશે. ગુજરાત પહેલો રાજ્ય છે, જેણે આ કાયદાને લાગૂ કર્યો છે. આ કાયદા મુજબ પહેલા પાંચ વર્ષ સુધી કોઈ ફી વસૂલવામાં નહીં આવે. જમીન ખેડૂત સિવાયના લોકો પણ લીઝ પર લઇ શકે છે. જમીનને લીઝ પર આપવાનો નિર્ણય એક હાઈપાવર કમિટી અને કલેક્ટર મળીને કરશે.

 

મોદી સરકારની સૂચન પર કેટલીક રાજ્ય સરકારોએ બંજર અને બંજર જમીનને હવે લીઝ પર આપવાનું કામ શરૂ કર્યું છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે, જેણે પોતાની બંજર અને બિનજરૂરી જમીન સામાન્ય લોકો માટે ખોલી દીધી છે. આ મિશનની શરૂઆત કૃષિ અને બાગાયતીના વિકાસને વેગ આપવા અને હર્બલ છોડની ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કરવામાં આવી રહી છે.

(9:41 pm IST)