Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

35 વર્ષના નિશીથ પ્રામાણિક બન્યા મોદી મંત્રીમંડળના સૌથી યુવા મંત્રી

બે વર્ષ પહેલા ટીએમસી છોડી ભાજપમાં થયા હતા સામેલ

કોલકત્તાઃ 35 વર્ષના નિશીથ પ્રામાણિક બે વર્ષ। પહેલા 2019માં તૃણમૂલ કોંગ્રેસમાં હતા. લોકસભા ચૂંટણી પહેલા ટીએમસી છોડી ભાજપમાં સામલે થઈ ગયા હતા. હવે તેઓ વડાપ્રધાન મોદી કેબિનેટમાં સામેલ થનારા સૌથી યુવા મંત્રી બની ગયા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહમાં નિશીથ પ્રામાણિકે મંત્રી પદના શપથ લીધા છે.

નિશીથ પ્રમાણિક કૂચબિહાર સીટથી લોકસભા સાંસદ છે. તેમણે બીસીએની ડિગ્રી હાસિલ કરી છે. તેમનો જન્મ 17 જાન્યુઆરી, 1986ના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પત્નીનું નામ પ્રિયંકા છે. તેમને બે બાળકો છે. નિશીથ પ્રામાણિક કેન્દ્રીય સૂચના ટેક્નોલોજી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. આ સિવાય સામાજિક ન્યાય અને આદિકારિતા મંત્રાલયની સમિતિમાં પણ સભ્ય છે.

 

નિશીથ પ્રામાણિક સિવાય મોદી મંત્રીમંડળમાં ઘણા યુવા ચહેરા પણ મંત્રી બન્યા છે. તેમાં 38 વર્ષના શાંતનુ ઠાકુર, 40 વર્ષીય અનુપ્રિયા સિંહ પટેલ, 42 વર્ષના ભારતીય પ્રવીણ પવાર, 44 વર્ષના એલ મુરુગેન અને 45 વર્ષીય જોન બારલાનું નામ મુખ્ય છે. નિશીથ પ્રામાણિક, શાંતનુ ઠાકુર અને જોન બોરલા ત્રણેય પશ્ચિમ બંગાળથી સાંસદ છે.

કેન્દ્રીય મંત્રી પરિષદમાં બુધવારે થનારા ફેરફાર પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 12 મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. જે મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે તેમાં સદાનંદ ગૌડા, રવિશંકર પ્રસાદ, થાવરચંદ ગેહલોત, રમેશ પોખરિયાલ નિશંક, ડો. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, સંતોષ ગંગરાર સામેલ છે.

(9:32 pm IST)