Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભારતને કોંગ્રેસ મુક્ત કરવા નિકળેલ ભાજપે દેશને બેરોજગારી અને મોંઘવારી મુક્ત કરવાની જરૂર

લોકોને પાકિસ્તાનની મોંઘવારી વિશે જાણકારી અપાઈ તેનો અર્થ તે થયો કે તમારૂ ખિસ્સુ ખાલી થતું રહે તે ચાલે પરંતુ પડોસી કેટલા હેરાન છે તે જોઈને તમે ખુશ થતા રહો

નવી દિલ્હી : દેશમાં મોંઘવારીથી હાહાકાર છે. સિલેન્ડર 900 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે. હવે તો ગરીબો પાસે ચૂલો પણ નથી અને સિલિન્ડર ખરીદવા પૈસા નથી.આમને આમ મોંઘવારીનું વિષચક્ર ચાલતું રહેશે તો ફરીથી ગરીબોને ચૂલો ફૂકવાનું શરૂ કરવું પડશે. જોકે, સરકાર હજું પણ એલપીસી ગેસ પર આપવામાં આવતી સબ્સિડીનું ઢોલ વગાડી રહી છે, તે પણ માત્ર 35થી 50 રૂપિયા આવે છે. પેટ્રોલ ડીઝલ બંને 100 રૂપિયા પાર પહોંચી ગયા છે. ખાવાનું તેલ 200 પાર છે. પરંતુ રાષ્ટ્રીય મીડિયા હિન્દુસ્તાનના લોકોને પાકિસ્તાનની મોંઘવારી વિશે જાણકારી આપી રહ્યું છે. તેનો અર્થ તે થયો કે, તમારૂ ખિસ્સુ ખાલી થતું રહે તે ચાલે પરંતુ પડોસી કેટલા હેરાન છે તે જોઈને તમે ખુશ થતા રહો.

ભારતને કોંગ્રેસ મુક્ત કરવા નિકળેલી બીજેપી પેટ્રોલ-ડીઝલના કોંગ્રેસના નિર્ણયોથી મુક્ત કરી શકી નથી. બીજેપી મોંઘવારી ઘટાડવા આવી હતી. પેટ્રોલ 35 રૂપિયા કરવાની વાતો કરવામાં આવી રહી હતી. બ્લેકમની પાછી લાવવા માટે આવ્યા હતા. પરંતુ સાત વર્ષોમાં જ મોંઘવારી પોતાની ચમરસીમા ઉપર પહોંચી ગઈ તો બ્લેકમનીમાં અઢળક વધારો થયો હોવાના રિપોર્ટ સામે આવી ગયા. જ્યારે કોંગ્રેસ ડીઝલમાં ચાર રૂપિયા તો પેટ્રોલમાં 10 રૂપિયાથી ઓછો ટેક્સ લઈ રહી હતી પરંતુ બીજેપીને તે વધારે લાગતું હતુ અને દેશવાસીઓને કોંગ્રેસ લૂટી રહી છે તેવો આરોપ લગાવી રહી હતી. જોકે, હવે બીજેપી 30 રૂપિયાથી વધારે ટેક્સ ઉઘરાવીને ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહી છે.

દેશમાં સરકાર બદલાઈ તો નવી સરકારે 60 મહિનાનો સમય માંગ્યો હતો. જો દેશમાંં આમૂલ પરિવર્તન લાવવામાં નિષ્ફળ રહે તો ઝોલા ઉપાડવા સુધીની વાતો કરવામાં આવી હતી પરંતુ આ સાત વર્ષોમાં અનેક વેપારીઓએ પોતાના ઝોલા ઉઠાવી લીધા. બેરોજગારોની સંખ્યામાં કૂદકેને ભૂસકે વધારો થયો. પરંતુ કોઈની મજાલ છે કે મોદી જીને કંઈ કહી શકે. તેમને માત્ર સાંભળી જ શકાય. તેમની ઈનકમિંગ કટ છે માત્ર આઉટગોઈંગ જ ચાલું છે. આ દરમિયાન બીજેપીના મંત્રીઓ અજીબો-ગરીબ નિવેદન આપી રહ્યાં છે.

બીજેપીના મંત્રી કહે છે કેમ કાર ચલાવો છો.. કેમ બાઈક ચલાવો છો.. સાઈકલ ચલાવો.. જ્યારે બધા લોકો ગાડી ચલાવશે તો પેટ્રોલ-ડીઝલ તો મોંઘુ થશે જ..ઉપરોક્ત નિવેદન મધ્ય પ્રદેશના ઉર્ઝા મંત્રી પદ્યુમન સિંહ તોમરે આપ્યું છે.

 પેટ્રોલિયમ મંત્રી કહે છે કે, સરકારની આવક ઓછી છે તો તેલના ભાવ ઓછા થશે નહીં. આમ મિત્રો આપણે એવું માની લેવાનું કે આવનારા અનેક વર્ષો સુધી બીજેપી મોંઘવારીને કંટ્રોલ કરી શકશે નહીં કેમ કે, સાત વર્ષોમાં સરકારે જે નિર્ણયો લીધા તેનાથી દેશ મોંઘવારી-બેરોજગારીમાં ધકેલાઇ ગયુ. તેવામાં મોંઘવારીને કંટ્રોલ કરવાની તો વાત આવતી જ નથી. પીએમ મોદી કે તેમના દેશભરના તમામ મંત્રીઓ ક્યારેય પણ મોંઘવારી-બેરોજગારી વગેરે જેવા મુદ્દાઓ ઉપર વાત કરવાની જગ્યાએ નફરતભર્યા નિવેદન આપવામાં આવે છે.

(8:45 pm IST)