Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પશ્ચિમ બંગાળ ભાજપમાં ભડકો:યુવા મોરચાના પ્રમુખ સૌમિત્ર ખાનનું રાજીનામું : મંત્રીપદ નહિ મળતા નારાજ

બપોરે 1:00 વાગ્યા સુધી દિલ્હીથી કોલની અપેક્ષા રાખીને બેઠા હતા :ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ અને ભાજપ વિધાનસભાના વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીને નિશાન બનાવ્યા

નવી દિલ્હી : મોદી કેબિનેટમાં થયેલા ફેરફારની વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપ યુવા મોરચાના પ્રમુખ સૌમિત્ર ખાને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાની સાથે સૌમિત્ર ખાને બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ અને ભાજપ વિધાનસભાના વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીને નિશાન બનાવ્યા છે.  

   સૌમિત્ર ખાનના રાજીનામા પાછળનું મૂળ કારણ મંત્રી પદ ન મળવું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌમિત્ર ખાન આજે બપોરે 1:00 વાગ્યા સુધી દિલ્હીથી કોલની અપેક્ષા રાખીને બેઠા હતા. અને સૌમિત્ર ખાન દિલ્હીથી કોલ આવતાની સાથે જ દિલ્હી જવાના હતો. આ ઉપરાંત તેમને મુકુલ રોયના ઘરે પણ જવું પડ્યું કારણ કે આજે તેમની દિવંગત પત્નીનો મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યો છે.

  ભાજપના સૂત્રો અનુસાર શિવ પ્રકાશને પણ સૌમિત્ર ખાન દ્વારા ઘણી વાર ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે સૌમિત્ર ખાનને ખાતરી થઈ કે હવે દિલ્હીથી કોઈ ફોન આવશે નહીં, ત્યારે તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે ભાજપ યુવા મોરચાના રાજ્ય અધ્યક્ષપદેથી તે રાજીનામું આપી રહ્યા છે.

(8:19 pm IST)