Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ટીઆરપી સ્કેમ : જૂન માસમાં ધરપકડ કરાયેલા રિપબ્લિક ટીવીના 3 કર્મચારીઓના વચગાળાના જામીન મંજુર : 1 લાખ રૂપિયાની જામીનગીરી ,તપાસમાં સહકાર આપવો ,તેમજ દેશ નહીં છોડવાની સૂચના સાથે મુંબઈ હાઇકોર્ટે આજરોજ વચગાળાના જામીન મંજુર કર્યા

મુંબઈ :ટીઆરપી સ્કેમ મામલે જૂન માસમાં વધારાના ચાર્જશીટ દ્વારા ધરપકડ કરાયેલા રિપબ્લિક ટીવીના 3 કર્મચારીઓ શીવા સુબ્રમણિયમ ,શિવેન્દ્ર  મુંડેરકર ,તથા રણજિત વૉલ્ટરના વચગાળાના જામીન મુંબઈ હાઇકોર્ટે આજરોજ બુધવારે મંજુર કર્યા છે.

એડિશનલ સેશન જજ અભિશ્રી દેઓએ આજરોજ આ ત્રણે આરોપીઓના જામીન મંજુર કરતો ચુકાદો આપ્યો હતો.જે અંતર્ગત ત્રણે આરોપીઓએ 1 લાખ રૂપિયાની જામીનગીરી આપવાની શરતે , તપાસમાં સહકાર આપવો ,તેમજ કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે સોમવારે અરજદારો તથા મુંબઈ પોલીસની દલીલો સાંભળ્યા બાદ નામદારો કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:18 pm IST)