Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દિલીપ કુમાર અને સાયરાબાનુ ગુજરાતના કેવડિયામાં ૪ દિવસ રોકાયા હતાઃ ભોજપુરી ફિલ્મના શુટિંગ માટે તેઅો ૨૦૦૫ની સાલમાં ગુજરાતના મહેમાન બન્યા હતા

રાજપીપળા: પાકિસ્તાનના પેશાવરમાં 11 ડિસેમ્બર 1922 ના રોજ જન્મેલા યુસૂફ ખાન ઉર્ફે દિલીપ કુમાર પોતાના માતા-પિતાના 13 સંતાનોમાંથી ત્રીજા સંતાન હતા.ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું 7 જુલાઈએ 98 વર્ષની જૈફ વયે નિધન થયું છે.દિલીપ કુમારની ગુજરાતના નર્મદા જિલ્લા સાથે પણ કેટલીક યાદો જોડાયેલી છે.તેઓ પોતાની પત્ની સાયરા બાનું સાથે 4 દિવસ સુધી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રોકાયા હતા.એ 4 દિવસ દરમીયામ આ જોડીને જોવા માટે કેવડીયામાં લોકોની ભીડ જમા થતી હતી.

નર્મદા જિલ્લો આમ પણ ફિલ્મોના સુટિંગ માટે રજવાડા સમયથી જ જાણીતો છે.અવાર નવાર નર્મદા જિલ્લામાં ઘણા બધા હિન્દી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મોના સુટિંગ થયા છે.વાત છે વર્ષ 20 એપ્રિલ 2005 માં ભોજપુરી ફિલ્મ રવિ કિશન અને નગમા અભિનીત “અબ તો બન જા સજનવા હમારા” ફિલ્મના સુટિંગ માટે દિલીપ કુમાર અને સાયરા બાનુ કેવડિયા ખાતે આવ્યા હતા.

કેવડિયા ખાતે હાલનું જે રેવા ભવન સર્કિટ હાઉસ છે ત્યાં દિલીપ કુમાર અને સાયરાબાનું 4 દિવસ સુધી રોકાયા હતા.કેવડિયાના ગોરા પુલ, શુલપાણેશ્વર, નર્મદા ઘાટ અને રાજપીપળાના રાજવંત પેલેસ ખાતે 4 દિવસ સુધી ફિલ્મનું સુટિંગ થયું હતું.નર્મદા જિલ્લાના કેવડિયા સહિતના વિસ્તારોમાં તે વખતે અત્યાર કરતા વધુ લીલોતરી હતી, દિલીપ કુમારે તે વખતે કહ્યુ હતું કે નર્મદા જિલ્લો ખરેખર ગુજરાતનું મીની કાશ્મીર છે.આ ઉપરાંત દિલીપ કુમાર અને સાયરાબાનુએ મા નર્મદા સાથેનો એક સંબંધ પણ જે તે વખતે શેર કર્યો હતો.એમણે જણાવ્યું હતું કે અમે માં નર્મદાના કાંઠે ભોજપુરી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, અને અમારા વર્ષો જૂના રસોઈયાનું નામ પણ નર્મદા જ છે.આ શૂટિંગ દરમિયાન પણ તેમના એ રસોયણ નર્મદાબેન તેમની સાથે જ હતા.

(5:43 pm IST)