Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

11મીએ ભારતીય મુળના અમેરિકન અવકાશયાત્રી સિરિયા બેંડલા અવકાશ માટે 6 સભ્‍યોની ટીમ સાથે ઉડાન ભરશેઃ કલ્‍પના ચાવલા, સુનીતા વિલીયમ્‍સ બાદ ત્રીજા અવકાશયાત્રી બનશે

હૈદરાબાદ: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સિરિશા બૈંડલા 11 જુલાઇએ અવકાશ માટે ઉડાન ભરશે. 34 વર્ષીય સિરિશા અમેરિકાની ખાનગી અવકાશ એજન્સી વર્જિન ગેલેક્ટિકના મિશન યૂનિટી 22 હેઠળ છ સભ્ય દળનો ભાગ છે.

તે અવકાશમાં જનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા અવકાશયાત્રી હશે. આ પહેલા ભારતીય મૂળની કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ પણ અવકાશની યાત્રા કરી ચુકી છે. 2003માં કોલંબિયા અવકાશ શટલ દૂર્ઘટનામાં કલ્પના ચાવલાનું નિધન થયુ હતું.

આ સાથે જ હ્યૂસ્ટનમાં ભણેલી સિરિશા કલ્પના ચાવલા બાદ અવકાશમાં ઉડાન ભરનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની જશે. રાકેશ શર્મા અને સુનીતા વિલિયમ્સ અન્ય ભારતીય હતા, જે અવકાશમાં ગયા હતા.

સિરિશાની આ સિદ્ધિથી આંધ્ર પ્રદેશમાં રહેલો સિરિશાનો પરિવાર ગૌરવ અનુભવે છે. આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહેતા સિરિશાના દાદાનું કહેવુ છે કે તે ઘણી બહાદુર છે અને આકાશ શરૂઆતથી જ તેને આકર્ષિત કરતુ હતું. સિરિશા બૈંડલાના દાદા-દાદી આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહે છે, તેના દાદા રગૈયા બૈંડલાનું કહેવુ છે કે ચાર વર્ષની ઉંમરમાં સિરિશા ઉડવા માંગતી હતી અને તેની આંખો હંમેશા આકાશમાં હોતી હતી.

સિરિશાએ પરડ્યૂ યૂનિવર્સિટીમાંથી એરોનોટિકલ અને એસ્ટ્રોનૉટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા બાદ જોર્જ વોશિંગ્ટન યૂનિવર્સિટીમાંથી એમબીએ કર્યુ છે. તે 2015માં વર્જિન ગેલેક્ટિકમાં સામેલ થયા પહેલા ટેક્સાસના ગ્રીનવિલેમાં કોમર્શિયલ સ્પેસફ્લાઇટ ફેડરેશન (સીએસએફ)ના અવકાશ નીતિ વિભાગની એસોસિએટ ડિરેક્ટર હતી.

તે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસી સ્થિત ખાનગી અવકાશ એજન્સી વર્જિન ગેલેક્ટિકમાં ગર્વમેન્ટ અફેર્સ એન્ડ રિસર્ચ ઓપરેશન્સની ઉપાધ્યક્ષ છે. સાથે જ સિરીશા કંપનીના પહેલા પૂર્ણ ચાલક દળ ધરાવતા અવકાશ યાનમાં ચાર મિશન જાણકારોમાંથી એક છે. વર્જિન ગેલેક્ટિકની વેબસાઇટ એસ્ટ્રોનોટ 004 અનુસાર, સિરીશા ફ્લોરિડા યૂનિવર્સિટીમાં થયેલા એક પ્રયોગનો ઉપયોગ કરીને માનવ-પ્રવૃત અનુસંધાન અનુભવનું મૂલ્યાંકન કરશે. આ સાથે જ તે વર્તમાનમાં અમેરિકન એસ્ટ્રોનોટિકલ સોસાયટી અને ફ્યૂચર સ્પેસ લીડર્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર મંડળના સભ્યના રૂપમાં કાર્યરત છે.

મહત્વપૂર્ણ છે કે અમેરિકાની ખાનગી અવકાશ કંપનીના પ્રમુખ રિચર્ડ બ્રેનસને એક જુલાઇએ જાહેરાત કરતા જણાવ્યુ હતું કે તેમની આગામી અવકાશ ઉડાન 11 જુલાઇએ થશે, જેમાં કુલ છ સભ્ય સામેલ થશે. તે અવકાશ યાન અમેરિકાના ન્યૂ મેક્સિકોથી ઉડાન ભરશે. ક્રૂના તમામ સભ્ય કંપનીના જ કર્મચારી છે. આ દરમિયાન સિરિશાનું કામ રિસર્ચનું હશે. આ દળમાં સિરિશા સહિત બે મહિલા છે.

સિરિશાએ ટ્વીટ કરીને કહ્યુ, ‘હું યૂનિટી 22ના અદભૂત દળ અને એક એવી કંપનીનો ભાગ બનીને સમ્માનિત અનુભવ કરી રહી છું, જેમનું મિશન અવકાશ સુધી તમામની પહોચ સુનિશ્ચિત કરવાનું છે. વર્જિન ગેલેક્ટિક અનુસાર, કંપની પ્રથમ વખત સ્પેસફ્લાઇટની ગ્લોબલ લાઇવ સ્ટ્રીમિંગ કરશે.

વર્જિન ગેલેક્ટિકે કહ્યુ, વિશ્વભરના લોકો યૂનિટી 22ની ટેસ્ટ ફ્લાઇટમાં વર્ચુઅલી ભાગ લેવા માટે આમંત્રિત છે અને વર્જિન ગેલેક્ટિક ભાવી અવકાશ યાત્રીઓ માટે અસાધારણ અનુભવ આપવા જઇ રહી છે. આ લાઇવ સ્ટ્રીમિંગ વર્જન ગેલેક્ટિક ડૉટ.કોમ પર ઉપલબ્ધ થશે અને વર્જિન ગેલેક્ટિકના ટ્વિટર, યૂ ટ્યુબ અને ફેસબુક ચેનલ પર પ્રસારિત થશે. તેની ઉડાનના દિવસે સવારે સાત વાગ્યે માઉન્ટેન ડેલાઇટ ટાઇમ (એમડીટી) અથવા નવ વાગ્યે ઇર્સ્ટર્ન ડેલાઇટ ટાઇમ (ઇડીટી) શરૂ થવાની આશા છે.

અમેરિકન સરકાર હેઠળ કામ કરી રહેલા સિરિશાના માતા-પિતા બી.મુરલીધર અને અનુરાધા દિલ્હીમાં છે અને તે જલ્દી અમેરિકા રવાના થશે. સિરિશાની બહેન પ્રત્યૂષા અમેરિકામાં બાયોલોજિકલ સાયન્સ ટેકનિશિયન છે. સિરિશાના દાદા રગૈયા બૈંડલા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એનજી રંગા કૃષિ યૂનિવર્સિટીમાં મુખ્ય વૈજ્ઞાનિક અને પ્રોફેસર તરીકે કામ કરે છે.

(5:15 pm IST)