Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રિલાયન્‍સ જીયો દ્વારા નવો પ્‍લાન ઉપલબ્‍ધઃ 597ના બદલે 599 રૂપિયાના પ્‍લાનમાં જવાથી ડબલ ડેટાની સુવિધાઃ 168 જીબી ડેટા મળી શકે

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહી છે. નંબર 1 ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો છેલ્લા કેટલાક દિવસમાં ઘણા નવા પ્લાન લઈને આવી ચે. આ સિવાય જીયો એવા પ્લાન લઈને આવી છે જેમાં ડેટા લિમિટની કોઈ ઝંઝટ નથી. અમે ડેટા લિમિટ વગર આવનારા 597 રૂપિયા અને 599 રૂપિયાવાળા પ્લાનની તુલના કરી છે. અમે તમને જણાવીએ કે તમે માત્ર 2 રૂપિયા વધુ ખર્ચીને ડબલ ડેટા મેળવી શકો છો.

જીયોનો 597 રૂપિયાનો પ્લાન, 75GB ડેટા

રિલાયન્સ જીયોના 597 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જીયોના આ પ્લાનમાં યૂઝર્સને 75GB ડેટા મળે છે. આ પ્લાનમાં ડેટા ડેલી લિમિટ વગર આવે છે. એટલે કે તમે એક દિવસમાં 75GB ડેટા પણ વાપરી શકો છો. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન, 168GB ડેટા

રિલાયન્સ જીયોના 599 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે જીયોના આ પ્લાનમાં યૂઝર્સને ટોટલ 168GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પ્લાનમાં આપવામાં આવે છે.

માત્ર 2 રૂપિયા વધુ ખર્ચ કરી મેળવો 93GB વધુ ડેટા

જીયોના 597 રૂપિયાવાળા પ્લાનના મુકાબલે 599 રૂપિયાવાળા પ્લાનમાં માત્ર બે રૂપિયાનો વધુ ખર્ચ કરવાથી ડબલ ડેટા મળે છે. 597 રૂપિયાવાળા પ્લાનમાં ટોટલ 75GB ડેટા મળે છે. તો 599 રૂપિયાવાળા પ્લાનમાં 168GB ડેટા મળે છે, જે ડબલથી વધુ છે. પરંતુ 597 રૂપિયાવાળા પ્લાનના મુકાબલે 599ના પ્લાનમાં 6 દિવસની વેલિડિટી ઓછી મળે છે. 597 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે 599 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે.

(5:13 pm IST)