Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

લતા મંગેશકર દિલીપકુમારને રાખડી બાંધતા, તસવીરો શેર કરી ભાવુક બન્યા...

 સ્વર કોકિલા લતા મંગેશકર, ટ્રેજેડી કિંગ એટલે કે દિલીપકુમારને રાખડી બાંધતા હતા. આજે એક ભાઈના અવસાન બાદ તેમણે કેટલીક જૂની તસવીરો સાથે શોક વ્યકત કર્યો છે. તેણે એક પછી એક અનેક ટ્વીટ્ કરી હતી. પોતાની પહેલી ટ્વિટમાં તેણે લખ્યું- યુસુફ ભાઈએ આજે તેની નાની બહેનને છોડી દીધી છે. યુસુફભાઇ ના જવાથી એક યુગનો અંત આવ્યો. મને કાંઈ સમજાતું નથી. હું ખૂબ જ દુઃખી છું, હું મૌન છું. આપણને ઘણી યાદો આપીને ઘણી વસ્તુઓ જતી રહી. યુસુફ ભાઈએ આજે તેની નાની બહેનને છોડી દીધી. યુસુફભાઈ ગયા, તે યુગ પૂરો થયો. મને કાંઈ સમજાતું નથી. હું ખૂબ જ દુૅંખી છું, હું મૌન છું. તેઓ ઘણી બધી યાદો આપણને આપીને ચાલી નિકળ્યા.

(4:01 pm IST)