Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

૪૯૯ રૂપિયામાં હવાઇ યાત્રાને વધુ શાનદાર બનાવવાનો મોકો લાવી 'એર વિસ્તારા'

નવી દિલ્હી તા.૭: એર વિસ્તારાએ ફ્રીડમ ફેર કાર્યક્રમને વધુ રોમાંચક બનાવ્યો છે. જેને કારણે એર વિસ્તારાની હવાઇ યાત્રા વધુ શાનદાર થઇ જશે. આ પેકેજમાં ગ્રાહકોને બીજી સુવિધા સાથે વધારાની ચેક-ઇન બેગેજ ભથ્થાનો પણ લાભ અપાશે.  એરલાઇનનો ફ્રીડમ ફેર કાર્યક્રમ એક સરળ મેનુ આધારીત પ્રાઇસ નિર્ધારણ મોડેલ છે. જેને જુલાઇ ૨૦૧૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે 'પે ફોર વ્હોટ યુ વેલ્યુ' આધારે સેવા આપે છે.

આ ઓફર ૬ જુલાઇ-૨૦૨૧થી લાગુ થઇ છે. આ ફલેકસી ભાડાને ગ્રાહક ૪૯૯ રૂપિયા (પ્રતિ ક્ષેત્ર)ના વધારાના ચાર્જ સાથે લઇ શકે છે. એરલાઇને એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે ગ્રાહકોને પાંચ કિલો વધારાનું ચેક-ઇન બેગેજ ભથ્થાની સાથે સાથે ડિપાર્ચરના ચોવીસ કલાક પહેલા પોતાના બૂકીંગમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાની સુધિવા આપવામાં આવે છે.

બિઝનેસ કલાસના ગ્રાહકો કોઇપણ પ્રકારની વધારાની ફી વગર ફલેકસી ભાડાનો વિકલ્પ પસંદ કરી છે. તેઓ ડિપાર્ચરના બાર કલાક પહેલા પોતાના બૂકીંગમાં ફેરફાર કરી શકે છે. જે ગ્રાહક ઇકોનોમી લાઇટ ભાડાનો વિકલ્પ પસંદ કરે છે તેમની પાસે અગાઉના કરતાં વધુ વિકલ્પ રહેશે. કંપનીના કહેવા મુજબ કોરોના વાયરસ સામે લડવા તમામ પાયલોટ અને કેબીન ક્રુનું રસીકરણ કરાવી લેવાયું છે. આવતા દિવસોમાં વધુ ફલાઇટ્સ ઉડાડવાનું આયોજન છે.

(3:53 pm IST)