Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભારે કરી :ચોરે પોલીસકર્મીના ઘરે કરી ચોરી: માફી માંગતો પત્ર લખીને કહ્યું- સોરી,,મિત્રનો જીવ બચાવવા મજબૂરી છે'

તમે ચિંતા કરશો નહીં, મને પૈસા મળતાંની સાથે જ હું પાછો આપી જઈશ

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક પોલીસ કર્મચારીના ઘરેથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી. અને ચોરી કર્યા બાદ માફી માંગતો પત્ર છોડી ગયો હતો. આ પત્રમાં ચોરે લખ્યું છે કે, તે એક મિત્રનો જીવ બચાવવા માટે આ કામ કરી રહ્યો છે અને ચોરી કરેલી રકમ ટૂંક સમયમાં પરત કરી દેશે. પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

આ ઘટના ભીંડ જિલ્લામાં બની છે. ત્યાંના એએસઆઈએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં કામ કરતા પોલીસ કર્મચારીના ઘરે આ ચોરી થઈ હતી. તેણે કહ્યું કે, પોલીસ કર્મચારીનો પરિવાર ભીંડમાં રહે છે. ચોરે એક પત્ર છોડ્યો જેમાં તેણે લખ્યું કે ‘સોરી દોસ્ત, મારી મજબૂરી હતી. જો મેં આ ન કર્યું હોત તો મારો મિત્રનો જીવ જતો રહ્યો હોત. પરંતુ તમે ચિંતા કરશો નહીં, મને પૈસા મળતાંની સાથે જ હું પાછો આપી જઈશ.”

ભીંડ પોલીસ સ્ટેશન પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે ચોરે કેટલાક ચાંદી અને સોનાના દાગીના ચોરી લીધા હતા. તેણે પોલીસને જણાવ્યું કે, તેમને શંકા છે કે પરિવારના કેટલાક પરિચિતો આ કામમાં સામેલ છે. પોલીસ અધિકારી દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

(12:51 pm IST)