Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

૨૨ વર્ષના સાયરાબાનુએ ૪૪ વર્ષના દિલિપ કુમાર સાથે લગ્ન કરી સૌ કોઇને ચોંકાવ્યા હતા

૧૨ વર્ષની ઉંમરે જ સાયરાને યુસુફ સાબ સાથે પ્રેમ થઇ ગયો હતો

મુંબઇ, તા.૭: દિલીપ કુમાર અને સાયરાબાના પ્રેમની પહેલેથી જ મિસાલ આપવામાં આવે છે. સાયરા બાનુએ ૧૨ વર્ષની ઉંમરમાં જ કહી દીધું હતું કે, હું જો લગ્ન કરીશ તો યુસુફ સાબ સાથે જ કરીશ.

 સાયરાબાનુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શ્નમૈને બારહ સાલ કી ઉમ્ર મેં હી તય કર લિયા થા કી અગર શાદી કરુંગી તો યુસુફ્ સાબસે હી કરુંગી. મા કે સાથ મૈ શ્નમુગલે-આઝમલૃકા શૂટિંગ દેખને ગઈ થી. હમ લોગ જબ સ્ટુડિયો પહુંચે તો સફેદ પેન્ટ ઔર શર્ટ પહેને હુએ યુસુફ્ સાબ સ્ટુડિયોસે બાહર હી નિકલ રહે થે. હમ લોગ સમઝ ગયે કી પેક અપ હો ચૂકા હૈ. યુસુફ્ સાબને હમે કાર સે ઉતરતે દેખા તો વે રૂક ગયે. યુસુસાબ બડી શાલીનતાસે હમે સ્ટુડિયોકે અંદર શીશ મહલ કા સેટ દિખાને લે ગયે. દુસરી તરફ્ કવ્વાલી કે શૂટિંગ કી તૈયારી હો રહી થી. યુસુફ્સાબને સેટ પર જો લોગ થે ઉન સબ કે સાથ હમારા તાર્રુફ ભી કરવાયા થા.

 બાવીસ વર્ષની સાયરાબાનુએ ચુમાલીસ વર્ષના દિલીપકુમાર સાથે અચાનક લગ્ન કરીને સમગ્ર સિનેજગતને અચંબામાં નાખી દીધું હતું. કહેવાય છે કે, ગુરુદત્ત્।થી છૂટી પડેલી વહિદા રહેમાનની ખ્વાહીશ દિલીપકુમાર સાથે લગ્ન કરવાની હતી. પરંતુ સાવ અચાનક જ દિલીપકુમાર અને સાયરાબાનુના અણધાર્યા લગ્નનો ધડાકો થયો હતો.

 સાયરાબાનુની મા નસીમ બાનુ કરતાં દિલીપકુમાર માત્ર પાંચ જ વર્ષ નાનો હતો. તેમના લગ્નના લગભગ બે વર્ષ બાદ ૧૯૬૮માં સાયરા બાનુની રાજેન્દ્રકુમાર સાથે 'ઝૂક ગયા આસમાન' રિલીઝ થઇ હતી. લગ્ન બાદ સાયરાબાનુએ દિલીપકુમાર સાથે 'ગોપી' 'સગીના' તથા 'બૈરાગ' જેવી ફ્લ્મિોમાં કામ કર્યું હતું.

(10:37 am IST)