Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દુનિયા માથે નવી આફત : ૩૦ દેશોમાં ફેલાયો નવો વાયરસ લાંમ્બડા : ભારતના ડેલ્ટા કરતા અનેકગણો ઘાતક

લંડન,તા. ૭  બ્રિટન અને અમેરિકા સહિતના ૩૦ દેશોમાં Lambda વેરિયન્ટ ફેલાયો છે. એકસપર્ટ્સને ડર છે કે Lambda વેરિયન્ટ તો ભારતના ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધારે ઘાતક છે.

કોરોનાનો Lambda વેરિયન્ટમાં અસાધારણ મ્યુટેશન જોવા મળ્યું છે. આ વેરિયન્ટને શરુઆતમાં સી.૩૭ નામ આપવામાં આવ્યું હતું. બ્રિટનમાં તેના ૬ કેસો નોંધાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફે કહ્યુ- જન સ્વાસ્થ્ય અને સામાજિક ઉપાયો જેમ કે નજર રાખવી, શરૂઆતી સ્તર પર બીમારીની ઓળખ કરવી, કવોરેન્ટાઈન અને સ્વાસ્થ્ય દેખરેખ હજુ મહત્વપૂર્ણ છે. ડબ્લ્યૂએચઓના ડાયરેકટર જનરલે કહ્યુ કે, માસ્ક લગાવવું, સામાજીક અંતર, ભીડ વાળી જગ્યાઓછી બચવુ અને ઘરોને વેન્ટિલેટેડ રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા મહત્વની છે. તેમણે દુનિયાભરના નેતાઓને વિનંતી કરી કે તે એકસાથે મળીને નક્કી કરે કે આગામી વર્ષ સુધી દરેક દેશની ૭૦ ટકા વસ્તીને કોરોના વિરોધી રસી લગાવવામાં આવે. (૨૨.૮)

 Lambda  વેરિયન્ટ વિશે જાણવા જેવી બાબતો

. Lambda વેરિયન્ટ Sars-CoV-2 કૂળનો વાયરસ છે જે પેરૂમાંથી ફેલાયો છે.

. C.37 વેરિયન્ટ B.1.1.1 કૂળનો વાયરસ છે.

. પેરૂમાં એપ્રિલ પછી નોંધાયેલા ૮૧ ટકા કેસો Lambda વેરિયન્ટના છે.

. પહેલી વાર ઓગસ્ટ ૨૦૨૦ માં Lambda વેરિયન્ટ જોવા મળ્યો.

. અત્યાર સુધી ૩૦ દેશોમાં ફેલાઈ ચૂકયો છે.

. ભારતના ડેલ્ટા કરતા વધારે ઘાતક છે.

(10:46 am IST)