Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કેબિનેટ વિસ્તરણની પૂર્વસંધ્યાએ મોદી સરકારનો મોટો નિર્ણય સહયોગ નામના નવા મંત્રાલયની રચનાની જાહેરાત કરી

સહકાર સે સમૃધ્ધિનું વીઝન સાકાર કરવા નવું મંત્રાલાય બનાવાયું

નવી દિલ્હી,તા. ૭ : સહકાર સે સમૃદ્ઘિનું વીઝન સાકાર કરવા માટે મોદી સરકારે અલગ સહયોગ મંત્રાલયની જાહેરાત કરી છે. મોદી સરકાર દ્વારા રચિત નવું સહયોગ મંત્રાલય દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અલગ વહિવટીય, કાનૂની અને નીતિગત માળખું તૈયાર કરશે. સાથે નવું મંત્રાલય સહકારીતાને પણ મજબૂત બનાવીને જમીન સ્તરે લોકોને મદદ પુરી પાડશે. સહકાર આધારિત આર્થિક વિકાસને વધારે શકિત મળશે.

સૂત્રોએ જણાવ્યું કે સહકાર આધારિત આર્થિક વિકાસનું મોડલ ભારતમાં અત્યંત જરુરી છે દરેક સભ્ય જવાબદારીથી ભાવનાથી કામ કરશે. નવું મંત્રાલય સહકારીતા માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશને સરળ બનાવવા માટે કામ કરીને ઘણા સ્તરની સહકારીતાના વિકાસને સક્ષમ બનાવશે.

(10:34 am IST)