Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રશિયાના પૂર્વીય ક્ષેત્રના કામચટકામાં ગુમ થયેલ વિમાનનો કાટમાળ મળ્યો:તમામ 28 લોકોના મોત

એન્ટોનોવ એન-26 વિમાન પેટ્રોપાવલોવસ્ક-કમચત્સ્કીથી પલાના શહેરમાં 22 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે ઉડાન કરી રહ્યું હતું

રશિયાના દૂરના પૂર્વીય ક્ષેત્રના કામચટકામાં વિમાન ગુમ થઈ ગયેલ વિમાનનો એક ભાગ ઓખોત્સ્ક બીચ પર મળી આવ્યો હતો, જ્યાં વિમાન લેન્ડ થવાનું હતું તે વિમાનમથકના રનવેથી 5 કિલોમીટર દૂર હતું. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એન્ટોનોવ એન-26 વિમાન, જે પેટ્રોપાવલોવસ્ક-કમચત્સ્કીથી પલાના શહેરમાં 22 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે ઉડાન કરી રહ્યું હતું, તે લેન્ડિંગ પહેલાં રડારમાંથી ગાયબ થઈ ગયું હતું.

કમચાત્કા ના રાજ્યપાલ વ્લાદિમીર સોલોડોવએ ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે વિમાનનો મુખ્ય ભાગ બીચ નજીકની જમીન પર મળી આવ્યો હતો, જ્યારે તૂટેલો ભાગનો બાકીનો ભાગ દરિયાકિનારે સમુદ્રમાં મળી આવ્યો હતો.રશિયન મીડિયા અહેવાલો અનુસાર વિમાનમાં સવાર 28 લોકોમાંથી કોઈ પણ આ દુર્ઘટનામાં બચી શક્યું નથી. આ વિમાન કામચટકા એવિએશન એન્ટરપ્રાઇઝ કંપનીનું હતું.

રશિયન રાજ્ય સમાચાર એજન્સી ટાસના સમાચાર અનુસાર, વિમાન 1982 થી સેવામાં કાર્યરત હતું. કંપનીના ડિરેક્ટર એલેક્સી ખબરોવે ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને કહ્યું કે ટેક-ઓફકરતા પહેલા વિમાનમાં કોઈ તકનીકી ખામી ન હતી. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે

(12:33 am IST)