Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ધોરણ ૯-૧૨ના સિલેબસમાં ૩૦ ટકા ઘટાડો કરવા નિર્ણય

કોરોનામાં વિદ્યાર્થીઓ પર સીબીએસઈ બોર્ડની મહેર : વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમને તર્કસંગત બનાવવા કેન્દ્રનો આદેશ : ૧૫મીએ નિર્ણય જાહેર થાય તેવી વકી

નવી દિલ્હી, તા. : ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ મહામારીના પગલે સ્કૂલો અને કોલેજોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે. હજુ દેશમાં સ્કૂલો અને કોલેજો બંધ છે. બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ધોરણ થી ૧૨ના વિષયોનો અભ્યાસક્રમ ૩૦ ટકા સુધી તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)ના અભ્યાસક્રમને સંશોધિત કરવા અને ધોરણ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમનો ભાર ઓછો કરવા સલાહ આપી છે. સીબીએસઈના કહ્યું છે કે જે અભ્યાસક્રમના મુદ્દાઓના ઓછા કરવામાં આવ્યા છે તે આંતરિક મૂલ્યાંકન અને વર્ષના અંતમાં લેવાતી બોર્ડની પરીક્ષા માટે હિસ્સો રહેશે નહીં.

          કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે કે, શીખવાની ઉપલબ્ધિના મહત્વને જોતાં અભ્યાસક્રમની મૂળ મુદ્દાને યથાવત્ રાખીને ૩૦ ટકા સુધી તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું છે કે સીલેબસ-ફોર-સ્ટુડન્ટ-૨૦૨૦ હેઠળ અભ્યાસક્રમ ઓછો કરવા સંદર્ભે દેશભરના શિક્ષણવિદ્દો પાસેથી ૧૫૦૦થી વધુ સૂઝાવ મળ્યા હતા, સૂઝાવોને ધ્યાનમાં રાખીને ૩૦ ટકા સુધીનો અભ્યાસક્રમ તર્કસંગત કે ઓછો કરવાનો નિર્ણય લેવાયો છે. ગત મહિને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કોરોના વાયરસ મહામારીથી થતી નુકસાનના પગલે તમામ ગ્રેડ માટે અભ્યાસક્રમ ૩૦ ટકા ઓછો કરવાની જાહેરાત કરી હતી. મનીષ સિસોદીયાએ પણ સૂઝાવ આપ્યો કે આગામી શૈક્ષણિક વર્ષ માટે જેઇઇ,એનઇઇટી જેવી રાષ્ટ્રીય સ્તરની એન્ટ્રસ એક્ઝામ પણ ઓછા કરાયેલા અભ્યાસક્રમના આધારે લેવી જોઈએ. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે રવિવારે સીબીએસઈ અને ફેસબુકે ડિઝિટલ સુરક્ષા અને ઓનલાઈન વેલ-બીઇંગની શુરઆત કરી છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંવર્ધિત વાસ્તવિકતા પર અભ્યાસક્રમ શરુ કરવાની ભાગીદારી કરી છે.

          સીબીએસઈના અધિકારીઓના કહેવા અનુસાર, વ્યાપક અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણની ભલાઈ સુનિશ્ચિત કરવા અને તેમને ભવિષ્યના કામ માટે તૈયાર કરવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરની યુનિવર્સિટીઓ અને સ્કૂલો ૧૬મી માર્ચથી બંધ છે, જ્યારે કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ના પ્રકોપને કાબુમા લેવાના ઉપાયો પૈકી એક દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યુ હતું. ત્યારથી દેશભરમાં શૈક્ષણિક કામગીરી પર ગંભીર અસર પડી રહી છે. આના અનુસંધાનમાં કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઈએસસીઈ), સંસ્થા આઈસીએસઈ અને આઈએસસીની વાર્ષિક પરીક્ષા આયોજિત કરે છે, તેણે ગત વર્ષના શૈક્ષણિક વર્ષના મહત્વપૂર્ણ નિર્ધારણના કારણે આગામી વર્ષનાઅભ્યાસક્રમમાં ૨૫ ટકાનોકાપ કરવાનો નિર્ણય લીધો છે., એડિશનલ સોલિસિટર જનરલ શંકર નારાયણને જસ્ટિસએમએમ સુંદરેશ અને જસ્ટિસ આર હેમલત્તાની બેન્ચ સમક્ષ ઉદેશ્યની એક રજૂઆત કરી અને કહ્યું કે કેન્દ્ર સરકાર ઓનલાઈન વર્ગો માટે નિયમો અનેમાપદંડો તૈયાર કરવાની પ્રક્રિયામાં છે અને ૧૫ જુલાઈને નિયમો જાહેર કરે તેવી શક્યતાછે.

(10:17 pm IST)