Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મુંબઇ હવાઇ મથક કાંડમાં જીવીકે, MIAL સામે કેસ

૭૦૫ કરોડની હેરાફેરીમાં મની લોન્ડરિંગનો કેસ : ઇડી એ વાતની તપાસ કરશે કે શું પૈસાના ગેરકાયદે હેરફેર થકી ખાનગી સંપત્તિ બનાવવા પૈસાનો ઉપયોગ કરાયો હતો

નવી દિલ્હી, તા. : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) મુંબઇ હવાઇ મથકના સંચાલનમાં શ્ ૭૦૫ કરોડની કથિત ગેરરીતિઓની તપાસ મામલે જીવીકે ગ્રૂપ, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ) અને અન્યોની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે તેવી માહિતી અધિકારીઓએ આપી છે. તપાસ સંસ્થાએ કેટલાક એકમોની વિરૂદ્ધ તાજેતરમાં નોંધાયેલી સીબીઆઇની એફઆઇઆરનો અભ્યાસ કર્યા બાદ મની લોન્ડરિંગ અટકાયત કાયદા હેઠળ એફઆઇઆર નોંધી હતી. અધિકારીઓનું કહેવું છે કે ઇડી વાતની તપાસ કરશે કે શું પૈસાના ગેરકાયદેસર હેરફેર થકી ખાનગી સંપત્તિ બનાવવા માટે પૈસાનો ઉપયોગ કરાયો હતો? સીબીઆઇનો કેસ જીવીકે એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ અન્ડિયા અને અન્યોના (ખાનગી-જાહેર ભાગીદારી)ના સંયુક્ત ઉપક્રમ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ભંડોળમાંથી શ્ ૭૦૫ કરોડની કથિત હેરાફેરીથી સંકળાયેલો છે. વધુપડતો ખર્ચ બચાવી, આવક ઓછી દર્શાવી અને રેકોર્ડમાં હેરાફેરી થકી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

          સીબીઆઇએ એમઆઇએલના ડિરેક્ટર ગણપતિ, એમઆઇએએલના મેનેજર અને તેમના પુત્ર જીવી સંજય રેડ્ડી, જીવીએલ એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ, એમઆઇએલની કંપનીઓ તેમજ નવ જેટલી અન્ય ખાનગી કંપનીઓ અને એએઆઇના અજાણ્યા અધિકારીઓ સામે કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એએઆઇએ મુંબઇ હવાઇ મથકના સંચાલન માટે ચોથી એપ્રિલ ૨૦૦૬ના રોજે એમઆઇએએલ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો.

(10:15 pm IST)