Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ચીનનો વિદેશ વેપાર સંકટમાં: નિકાસના માલની ગુણવતા સુધારવા નવી નિતીમાં ટકોર

પહેલા કોરોના ત્યારબાદ ચાઇનાના માલના વિશ્વ દ્વારા બહિષ્કારથી

બીજીંગ,તા.૭: ચીની વસ્તુઓના બહિષ્કારથી ચીનના ઉદ્યોગ જગતની વિદેશ વેપારની કમર તોડી નાખી છે. પહેલા કોરોના અને ત્યારબાદ ભારતના બહિષ્કારનો સામનો કરી રહેલ ચીની ઉત્પાદકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારત સહિત વિશ્વના દેશોએ પણ ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે.

વિદેશ વ્યાપારને સ્થિર બનાવવા ચીને એકસપર્ટ પ્રોડકટ અંગે દેશમાં વેચાણથી જોડાયેલ નિતી જાહેર કરી છે. આ નિતીથી સાફ થાય છે કે ચીન પોતાના નિકાસ ઉત્પાદનોની ગુણવતા પ્રત્યે હંમેશા આંખ મિચામણા કરતું રહ્યું છે.

ચીનની રાજ્ય પરિષદે જે વિદેશી વેપાર નિતી જાહેર કરી છે તે મુજબ નવી રીતે વસ્તુઓ બનાવવાની સાથે ગુણવતા મજબુત કરવા ઉપર પણ જોર દીધુ છે. ગત સપ્તાહે પહેલી જ વાર ઓનલાઇન ચીનના આયાત-નિકાસ માલનો મેળો યોજાયેલ. જો કે આ મેળો ધારણા કરતા ખુબ જ ઓછો સફળ રહેલ.

(3:26 pm IST)