Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોનાથી બચવુ હોય તો ૬ ફુટ નહીં ૧૨ ફુટ દુર રહો

છીંક કે ઉધરસ ખાવાથી ૮ થી ૧૨ ફુટ સુધી પ્રસરે છે : નવુ સંશોધન

બેંગલોર : કોરોના સંક્રમણથી બચવા માટે સરકાર ભલે ૬ ફુટ દુર રહેવાની સલાહ આપે, પરંતુ વૈજ્ઞાનિકોએ કેટલાક ઉંડા સંશોધનને આધારે એવો નિષ્કર્ષ આપેલ છે કે આ વાયરસથી બચવા ૧૨ ફુટની દુરી જરૂરી છે.

આ અનુસંધાન ત્રણ દેશોમાં એક સાથે થયેલ છે. કેનેડાના ટોરંટો વિશ્વવિદ્યાલય, ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઇ.આઇ.એસ.સી.) બેંગ્લોર અને કેલીફોર્નિયા વિશ્વવિદ્યાલય, સૈન ડીએગોના વિજ્ઞાનિકો આ સંશોધનમાં સામેલ હતા.

વૈજ્ઞાનિક દળે એક ગણિત મોડલ વિકસાવ્યુ. જેમાં વાયુ ગતિ અને શ્વાસથી નિકળતા છાંટાનો બાષ્પીકરણના લક્ષણો સાજે જોડાયેલ માહીતી ઉપલબ્ધ થઇ.

પ્રો. બસુએ જણાવ્યા મુજબ અત્યાર સુધીના અધ્યયનમાં આ વાત ઉપર બહુ ધ્યાન નહોતુ અપાયુ. શ્વાસની નીકળતા છાંટા સુકાવા માટે અલગ અલગ શહેરમાં અલગ અલગ સમય લ્યે છે. હવાની ગતિ, પરિવેશ અને સાપેક્ષિક આદ્રતા ઉપર નિરભર રહે છે. તેમ છતા જો સંક્રમણથી બચવુ હોય તો ઓછામાં ઓછુ ૧૨ ફુટ દુર રહેવુ હિતાવહ ભરેલુ છે.

જો હવાની ગતિ અને વાતાવરણનું તાપમાન સામાન્ય હોય તો શ્વાસ લેવા અને છીંકવાથી કે ઉધરસ ખાવાથી  ૨.૫ મીટરથી લઇને ૩.૪ મીટર સુધી હવામાં  ઉછળીને ઉપર સુધી જાય છે. એટલે જમીન ઉપર નીચે પડતા સુધીમાં ૮ થી ૧૨ ફુટનું અંતર કાપી લ્યે છે. જેથી જો કોરોના વાઇરસથી બચવુ હોય તો માત્ર ૬ ફુટ નહીં પણ ૧૨ ફુટનું અંતર રાખવુ હીતાવહ ભરેલુ હોવાનું પ્રો. બસુએ તારણ આપેલ છે.

(3:23 pm IST)