Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય : રાજ્યની જેલોમાંથી 9,671 કેદીઓને કરાયા મુક્ત

સોશ્યલ ડિસ્ટન્સ સ્થાપિત કરવા કેદીઓને છોડવા નિર્ણંય

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસનાં કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્યનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, મહારાષ્ટ્રની 60 જેલોમાં 38,000 કેદીઓ છે, તેમની વચ્ચે સામાજિક અંતર સ્થાપિત કરાવી શકાય તે માટે અમે 9,671 કેદીઓને મુક્ત કર્યા છે.

  કોરોના વાયરસનાં મામલે મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટું કેન્દ્ર છે, રાજ્યની સરકારની મુશ્કેલીઓમાં વધારો થતાં અહીંની જેલોમાં કોરોનાવાયરસનાં કેસોમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર સરકારે હવે જેલોમાં રોગચાળો ફેલાતો અટકાવવા કેદીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેના માટે 9,671 કેદીઓને છૂટા કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, હવે અમે ઇમરજન્સી પેરોલ પર 11,000 વધુ કેદીઓને મુક્ત કરવા જઈ રહ્યા છીએ. અમે 24 જિલ્લામાં 31 અસ્થાઇ જેલની સ્થાપના કરી છે. આપને જણાવી દઇએ કે શનિવારે ઔરંગાબાદની હરસુલની સેન્ટ્રલ જેલમાં એક કેદી કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હોવાના થોડા દિવસો બાદ શનિવારે 29 અન્ય કેદીઓ રોગચાળાથી ચેપગ્રસ્ત મળી આવ્યા હતા.

(11:43 pm IST)