Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

57 વિદેશી નાગરિકો સહિત તબલીગી જમાતના 83 લોકો સામે યુપી પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ

સહરાનપુરમાં આ તબલીગી જમાતના આ લોકોએ કોરોના વાઈરસ ફેલાવ્યો

ઉત્તરપ્રદેશ પોલીસે  તબલીગી જમાતના 83 લોકોની સામે એફઆઈઆર દાખલ કરી હતી તેમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં 57 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સહરાનપુરમાં આ તબલીગી જમાતના આ લોકોએ કોરોના વાઈરસ ફેલાવ્યો. આ સિવાય તેઓએ જમાતના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેની જાણકારી પણ પ્રશાસનને આપી નહીં.

ઉત્તરપ્રદેશમાં તબલીગી જમાતના 2500થી વધારે લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 308 વિદેશી નાગરિક છે. તબલીગી જમાતના લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ લોકોની અટકાયત કરવામાં આવી છે. એક અધિકારીએ જાણકારી આપતાં કહ્યું કે 200થી વધારે કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. જે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેને ઉત્તરપ્રદેશની અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. અન્ય લોકોને જામીન આપીને છોડવામાં પણ આવ્યા છે.

300માંથી 279 વિદેશી નાગરિક છે જેમની પર ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી નાગરિક મોટાભાગે ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, સુદાન અને ફ્રાંસ જેવા દેશમાંથી આવ્યા હતા. પોલીસે આઈપીસીની કલમ 188, 269 અને 271 મુજબ કેસ દાખલ કર્યો છે. આ સિવાય અન્ય કેસમાં એપિડેમિક એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી છે. ભારત સરકારે પણ અમુક તબલીગી જમાતના લોકો જે વિદેશથી આવ્યા હતા તેની સામે વિઝાને લઈને કડક કાર્યવાહી કરી છે.

(11:15 pm IST)