Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

લાંબી ખેચંતાણ બાદ કેજરીવાલ સરકારે દિલ્હીની બોર્ડર ખોલી નાખવા નિર્ણંય કર્યો

દિલ્હીમાં આવવા અને જવા માટે કોઇપણ પ્રકારના પાસ અથવા મંજૂરી લેવાની જરૂર નહીં પડે

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની બોર્ડર ખોલી દેવાની મંજૂરી આપવામાં આવી છે. લાંબી ખેચંતાણ બાદ કેજરીવાલ સરકારે દિલ્હીની બોર્ડર ખોલવા અંગે આદેશ જાહેર કર્યો છે. હવે દિલ્હીમાં વિના કોઇ પાસ અને રોક-ટોક વિના અવર-જવર કરી શકાશે

દિલ્હીની બોર્ડરને 8 જૂનથી એકવાર ફરી દેશવાસીઓ માટે ખોલી દેવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે દિલ્હી સરકારે બોર્ડર ખોલવા માટે આદેશ પણ જારી કરી દીધો છે.

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના આદેશ મુજબ હવે દિલ્હીમાં આવવા માટે અને દિલ્હીથી જવા માટે લોકોને કોઇપણ પ્રકારના પાસ અથવા મંજૂરી લેવાની જરૂર નહીં પડે. હવે વિના કોઇ રોક-ટોક દિલ્હી બોર્ડરને ક્રોસ કરી શકાશે.

(10:49 pm IST)