Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોના કેસ મામલે ચીનથી આગળ નિકળ્યું મહારાષ્ટ્ર સંક્રમિતની સંખ્યા 85,875એ પહોંચી :મૃત્યુઆંક 3060

મહારાષ્ટ્રમાં કોરોનાના પહેલીવાર સૌથી વધુ નવા 3007 કેસ નોંધાયા

મુંબઈ : કોરોના મહામારીના મામલે દેશમાં સૌથી આગળ મહારાષ્ટ્ર છે.મહારાષ્ટ્રમાં પોઝીટીવ કેસની સંખ્યા મામલે હવે ચીનને પણ પાછળ રાખી દીધું છે. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનો આંક 85 હજારને પાર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3007 પોઝીટીવ દર્દીઓની પુષ્ટી થઈ છે. આ સાથે કોરોના મહામારીનો આંક 85975 થઈ ગયા છે.

  કોરોના વાયરસ ચીનના વુહાનથી ફેલાવાનો ચાલુ થયો છે. જ્યાં હાલ અનલોક થઈ ગયું છે. ચીનમાં કોરોના મહામારી કંટ્રોલમાં આવી ગઈ છે. ચીનમાં કોરોના મહામારીના 83036 કેસ આવ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં આજે પોઝીટીવ મામલે સૌથી વધુ આંક આવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝીટીવ કેસ 30 મેના રોજ 2940 નોંધાયા હતા. જે પછી આજ ેવધુ 3007 પોઝીટીવ આવ્યા છે. આમ સૌથી વધુ પોઝીટીવ મામલે મહારાષ્ટ્ર સૌથી આગળ રહ્યું છે.

(10:00 pm IST)