Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

'ફેસબુક ' પર ડોનાલ્ડ ટ્રમ્પને કાબુમાં રાખો’: માર્ક ઝુકરબર્ગને 160 થી વધુ વૈજ્ઞાનિકોએ લખ્યો પત્ર

ભ્રામક જાણકારી અને ભડકાઉ ભાષાનાં ઉપયોગ પર સખ્તમાં સખ્ત નીતિ અપનાવવામાં માંગ

બોસ્ટનઃ માર્ક ઝુકરબર્ગને અનેક વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ‘ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફેસબુકનો ઉપયોગ ‘ભ્રામક જાણકારી ફેલાવવા અને ભડકાઉ નિવેદન આપવા માટે’ ના કરવા દેવા જોઇએ. અમેરિકાનાં એક અગ્રણી શોધ સંસ્થાનાં 60 પ્રોફેસરો સહિત અન્ય શોધકર્તાઓએ ફેસબુકનાં CEOને શનિવારનાં રોજ પત્ર લખીને કહ્યું હતું કે, જેનાં એવી માંગ કરવામાં આવી હતી કે ભ્રામક જાણકારી અને ભડકાઉ ભાષાનાં ઉપયોગ પર સખ્તમાં સખ્ત નીતિ અપનાવવામાં આવે.

  ઝુકરબર્ગને લખેલા પત્રમાં પ્રોફેસરોએ કહ્યું હતું કે, ‘તેઓએ ભ્રામક જાણકારી તથા ભડકાઉ ભાષા, જે લોકોને નુકસાન પહોંચાડતી હોય, તેની પર સખ્ત નીતિને વિશે વિચાર કરવો જોઇએ.’ ખાસ કરીને એવાં સમયમાં કે જ્યારે નસ્લી અન્યાયને લઇને હાલત ખૂબ સંવેદનશીલ હોય.’ પત્રમાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલનાં પ્રોફેસર ડેબોરા માર્ક્સે કહ્યું કે, ‘શોધકર્તા ફેસબુકનાં કેટલાંક પગલાંના વિરોધમાં છે જેથી અમે તેને પ્રેરિત કરી રહ્યાં છીએ કે તેઓ સચ્ચાઇ અને ઇતિહાસનાં સાચા પક્ષની સાથે રહે અને આ જ વાત અમે પત્રમાં લખી છે.’ આ પત્ર પર 160થી પણ વધારે સંશોધનકર્તાઓએ હસ્તાક્ષર કર્યા છે.

  તેમાં ઝુકરબર્ગનાં તે નિર્ણય પર ખાસ કરીને ત્યારે કે જ્યારે આપત્તિ દર્શાવવામાં આવી છે તેમાં ટ્રમ્પની એક પોસ્ટે ફેસબુક કમ્યુનિટીનાં ધોરણોનાં ઉલ્લંધનનાં રુપમાં ચિન્હિત સુધી નહીં કરવાની વાત કરી છે. તે પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે, ‘જ્યારે લૂંટ શરૂ થાય છે તો ગોળીબારી શરૂ થાય છે.’ તે પોસ્ટ મિનિયેપોલિસમાં પ્રદર્શનોની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવી હતી. પત્રમાં સંશોધનકર્તાઓએ કહ્યું કે, આ પોસ્ટ ‘સ્પષ્ટ રૂપથી હિંસા ભડકાવનારું નિવેદન છે.’ ફેસબુકથી વિપરીત ટ્વિટરે ટ્રમ્પનાં આ ટ્વિટને ચિન્હિત કર્યું છે.

(8:01 pm IST)