Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ભારતમાં ફરી તીડનો હુમલો થવાની સંભાવના : WHO

ઈરાન અને પાકિસ્તાનમાં તીડનો આતંક જારી : ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ફરીવખત જોખમ વધ્યું

નવી દિલ્હી, તા. ૧૧  : સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાધ અને કૃષિ સંગઠને ચેતવણી આપી છે કે, ભારતમાં થોડાક દિવસો બાદ ફરીથી એકવાર તીડના દળો હુમલો કરી શકે છે. એફએઓના ડાયરેક્ટર કયું ડોન્ગ્યુંએ કહ્યું હતું કે, જૂન મહિનાના ફરીથી એકવાર તીડના દળો ભારત પાકિસ્તાન સીમા પર સક્રિય થઇ શકે છે. ભારતમાં તેની અસર રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં થઇ શકે છે. ઈરાન અને પાકિસ્તાનમાં તીડનો આતંક શરૂ છે. ભારતના રાજસ્થાનમાં તીડના મોટા જૂથ ભયંકર મોટી સખ્યામાં પહોચી ગયા છે. અજમેર સહિત અનેક જિલ્લાઓમાં તીડના ઝુંડ ઉભા પાકોને નુકસાન પહોંચાડે છે. આ પહેલા હ્લર્છંએ ચેતવણી આપી હતી કે, તીડનું ઝુંડ રાજસ્થાનમાં જુલાઈ માસ સુધી સતત આવતું રહેશે અને તેના ઘણા જ ફેઝ હશે. નિષ્ણાતોએ ભારતના પૂર્વમાં બિહાર અને ઓડિશા સુધી તીડના ઝુંડ હુમલો કરે તેવી ચેતવણી આપી છે.

              તીડનું ઝુંડ એક દિવસમાં ૧૩૫-૧૫૦ કિમી સુધી ઉડી શકે છે અને એક ઝુંડ એક સ્કેવર કિમીમાં ૩૫૦૦૦ લોકો જેટલું ભોજન ચટ્ટ કરી શકે છે. એફએઓના જણાવ્યા મુજબ, તીડના હુમલાઓને નિવારવા માટે સમય લાગશે. તેમણે કહ્યું હતું કે, આફ્રિકા અને દક્ષિણ પશ્ચિમ એશિયા માટે સંકટ વધારે ગંભીર છે. યુએનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ તીડના નિયંત્રણની કોશિશ બાદ વરસાદ પડવાના કારણે તીડની પ્રજનન શક્તિમાં વધારો થાય છે અને હવે તેને અનુકુળ હવામાન પણ આવી ગયું છે.જૂન-જુલાઈ સુધી ભારતમાં વાવણીનો સમય હોય છે, આ દરમિયાન તીડની નવી પેઢી પણ તૈયાર થઇ જશે.

(7:53 pm IST)