Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

દેશમાં ૨૪ કલાકમાં વધુ ૯૯૭૧ કેસ તેમજ ૨૮૭ મોત નોંધાયા

છેલ્લા ૧૫ દિવસમાં જ ૩૦૦૦થી વધુ મોત : આગામી બે-ત્રણ મહિનામાં કોરોના તેના પીક પર પહોંચી શકે છે : એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની ચેતવણી

નવી દિલ્હી, તા. ૭ : એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી શકે છે દેશમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ શકે છે અને આગામી બે ત્રણ મહિનામાં કોરોના તેના પીક પર પહોંચી શકે છે. ડૉ. ગુલેરિયાએ જણાવ્યું છે કે કોરોનાની વિરુદ્ધની લડતમા માત્ર ટેસ્ટિંગ કરવાથી કામ થશે નહીં. લોકોએ સોશિયલ ગંભીરતાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ભારત હવે સ્પેનને પછાડીને કોરોનાના સૌથી વધારે દેશોની યાદીમાં પાંચમાં નંબર પર પહોંચી ગયો છે. દેશમાં વીતેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૯૯૭૧ નવા કેસ સામે આવ્યા છે અને ૨૮૭ લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં કોરોનાની દર્દીઓની સંખ્યા વધીને ૨,૬૮,૬૨૮ થઈ ગઈ છે. જેમાંથી ૧,૨૦,૪૦૬ એક્ટિવ કેસ છે અને ૧,૧૯,૨૯૩ દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ૬૯૨૯ થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે, ૩ હજારથી વધારે લોકોના મોત વીતેલા ૧૫ દિવસમાં થયા છે.

             દેશમાં વીતેલા ૧૫ દિવસોમાં થયેલી કુલ મોતમાંથી ૮૦ ટકાના મોત ૨૬ જિલ્લામાંથી થયા છે. ત્યાંજ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ઠાણે, પુણે અને ચેન્નાઈ એવા કેટલાક શહેર છે જેમાં વીતેલા બે અઠવાડિયામાં ૧૦૦થી વધારે લોકોના મોત થયા છે. જો કે ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૨.૮ ટકા છે જે ઘણો ઓછો છે. એટલે કે દેશમાં દરેક ૧૦૦ દર્દીઓમાંથી ૩ લોકોનો મોત થયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાનો મૃત્યુદર ૫.૮ ટકા છે. અમેરિકામાં આ દર ૫.૭ ટકા, બ્રાઝીલમાં ૫.૫ અને રશિયામાં ૧.૨ ટકા છે. ૨૨મે સુધી જે ૯૦ જિલ્લામાં એક પણ મોત થયું નહતું ત્યારે હવે ઓછામાં ઓછા એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યું થયું છે. તેમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ (૧૮) અને બિહાર (૧૩)ના છે, ત્યાં વીતેલા કેટલાક સમયથી પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં પરત ફર્યા છે. એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, આગામી બે-ત્રણ મહિના એટલે કે ઓગ્સ્ટ-સપ્ટેમ્બરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ શકેછે.

ભારત હજ પણ પ્રાથમિક તબક્કામાં જ છે. જો કે ભારતમાં કોરોના સંક્રમણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્તર સુધી પહોંચ્યો નથી. કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શક્ય છે. તેમણે લોકડાઉન અંગે જણાવ્યું કે, લોકડાઉન સફળ રહ્યું પણ તેનાથી કોરોનાના કેસમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર મદદ મળી નથી.

(7:52 pm IST)