Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

લોકડાઉનમાં ફસાયેલા મજુરોને સોનુ સુદે તમામ મદદ કરી ઘેર પહોંડવાની પ્રસંશનીય ફરજ બજાવી તે શિવસેનાને ગોઠયું નહિ

સામનામાં સંજય રાવતે ઉઠવ્યા સવાલ અને કટાસ કર્યો કે એક ઝાટકે લોકોને મહાત્મા બનાવાઇ રહ્યા છે

મુંબઈ: લૉકડાઉન દરમિયાન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાને લઈને સોનૂ સુદના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના નેતા સંજય રાઉતને સોનુ સુદની પ્રશંસા નથી પસંદ પડી રહી. શિવસેનાના મુખપત્ર “સામના”માં “મહાત્મા”ની પ્રશંસા પર સવાલ ઉઠાવતા સંજય રાઉતે લખ્યું છે કે, કેટલી ચાલાકી સાથે કોઈને પણ એક જ ઝાટકે મહાત્મા બનાવવામાં આવી રહ્યાં છે.

રાઉતે સોનૂ સુદના કામોની પ્રશંસા પર પ્રહાર કરતા પોતાની કૉલમ “રોકટોક”માં લખ્યું છે કે, લૉકડાઉન દરમિયાન અચાનક સોનૂ સૂદ નામથી નવા મહાત્મા તૈયાર થઈ ગયા. આટલી ચતુરાઈ સાથે કોઈને પણ મહાત્મા બનાવી શકાય છે? તેમણે આગળ લખ્યું કે, કહેવાય છે કે, સોનૂ સૂદે લાખો પ્રવાસી મજૂરોને અન્ય રાજ્યોમાં તેમના ઘરે પહોંચાડ્યા. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે કશું જ નથી કર્યું. આ કાર્યને લઈને મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ “મહાત્મા” સૂદને શાબાશી આપી દીધી.

શિવસેના નેતાએ સોનૂ સૂદને આડેહાથ લેતા પોતાના લેખમાં આગળ લખ્યું છે કે, સોનૂ સુદ આટલી સરળતાથી બસો કેવી રીતે એરેન્જ કરી રહ્યો છે? એવું લાગી રહ્યું છે કે, સોનૂ સમાંતર સરકાર ચલાવી રહ્યો છે. તેને જે જોઈએ છે, તે મળી રહ્યું છે. તે આગામી દિવસોમાં ભાજપનો સ્ટાર પ્રચારક બની જશે અને દિલ્હી, મુંબઈ અને પટના બધે પ્રચાર કરશે. એવો કરાર પહેલા જ થઈ ચૂક્યો છે. સોનૂ સુદ પરદા પર અને રિયલ લાઈફ બન્નેમાં અભિનય કરી રહ્યો છે.

રાઉતના આ નિવેદન પર ભાજપ નેતા રામકદમે તેમની આકરી ટીકા કરી છે. તેમણે આ બહાને મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના અને મહાવિકાસ અઘાડી ગઠબંધન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. રામકદમે જણાવ્યું કે, કોરોના સંકટ કાળમાં માનવતાના ધોરણ રોડ પર ઉતરીને મજૂરોની મદદ કરનારા સોનૂ સુદ પર સંજય રાઉતનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમની પોતાની શિવસેનાની સરકાર કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ નીવડી છે. આ સચ્ચાઈ સોનૂ સુદ પર ખોટા આરોપો મૂકીને લોકોથી છૂપાઈ નહીં શકે. તેમણે આગળ જણાવ્યું કે, જે કામની પ્રશંસા કરવાની જરૂરત છે, તેના ઉપર પણ આરોપ?

(4:46 pm IST)