Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કંપની ૩૦ જૂન સુધી ગ્રાહકોને આપી રહી છે આ ખાસ સુવિધા

LIC ધારકો માટે સારાં સમાચાર

નવી દિલ્હી, તા. : દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઈસી (લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) કોરોના સંકટમાં ગ્રાહકોને રાહત આપી છે. જેમાં મેચ્યોરિટી ક્લેમના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ ગ્રાહકે મેચ્યોરિટી ક્લેમ મેળવવા માટે એલઆઈસી શાખામાં જવાની જરૂર નથી.

            LICના ગ્રાહકો તેમની પોલિસી, કેવાયસી દસ્તાવેજોે, ડિસ્ચાર્જ ફોર્મ અને અન્ય દસ્તાવેજો -મેલ દ્વારા સ્કેન કરીને સંબંધિત શાખાને મોકલીને ક્લેમ મેળવી શકે છે. સંદર્ભે એલઆઈસીએ તેની વેબસાઇટ પર એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગ્રાહકોને ૩૦ જૂન સુધી સુવિધા મળશે.

ક્લેમના નિયમો

*          એલઆઈસી અનુસાર, પોલિસી એક્ટિવ હોવી જોઈએ. પોલિસી જે શાખામાંથી જારી કરાઈ છે, ત્યાં આપવામાં આવે અને પોલિસી પર કોઈ એરિયર બાકી હોવું જોઈએ નહીં.

*          કોઈ ડુપ્લિકેટ પોલિસી જારી કરવામાં આવી નથી. સર્વાઇવલ બેનિફિટ ક્લેમના કિસ્સામાં કુલ સર્વાઇવલ બેનિફિટની રકમ લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. મેચ્યોરિટી ક્લેમના કિસ્સામાં પોલિસીની રકમની રકમ લાખ સુધી હોવી જોઈએ.

*          તેના માટે ગ્રાહકો claims.bo<Branch code>@ licindia.com પર મેલ કરી શકે છે. બ્રાન્ચ કોડ સર્વિસિંગ બ્રાન્ચ છે. સરળ શબ્દોમાં કહીએ તો માની લો કે તમારી બ્રાન્ચનો કોડ ૮૮૩ છે. તો તમારે claims.bo883@licindia.com પર મેલ કરવો.

*          સ્કેન કરાયેલા બધાં ડોક્યૂમેન્ટ્સ JPEG અથવા PDF ફોર્મેટમાં હોવા જોઈએ. તેની સાઈઝ એમબીથી વધારે હોવી જોઈએ નહીં.

*          જો એટેચમેન્ટની સાઈઝ એમબી કરતા વધારે છે, તો એક કરતા વધારે -મેલ મોકલવા પડશે. મેલ આઈડી પર ક્લેમ સંબંધી મેલ કરવા.

*          પોલિસીધારકને મેચ્યોરિટી બેનિફિટનો ક્લેમ કરવાનો હક ત્યારે છે જ્યારે તેની પોલિસી ચાલુછે અને તેણે બધાં પ્રીમિયમ રેગ્યુલર ભરેલ હોય.

(11:18 am IST)